BREAKING NEWS

5 જૂનની પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા માર્ગ પરથી દોડશે

  • May 22, 2026 09:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

5 જૂનની પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા માર્ગ પરથી દોડશે

પૂર્વોત્તર રેલવેના વારાણસી ડિવિઝન હેઠળના ઉનૌલા–પિપરાઈચ રેલવે સેક્શન વચ્ચે પેચ ડબલિંગ કામગીરી, પ્રી-નોન ઇન્ટરલોકિંગ (Pre-NI) અને નોન ઇન્ટરલોકિંગ (NI) બ્લોકના લીધે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

 ડાયવર્ટ કરાયેલા માર્ગ પર દોડનારી ટ્રેનોની વિગત:

1) ગાડી સંખ્યા 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ તારીખ 5 જૂન, 2026 ના રોજ પોતાના નિયત માર્ગ ગોરખપુર–પનિયહવા–નરકટિયાગંજ–મુઝફ્ફરપુરના બદલે ગોરખપુર–ભટની–છપરા ગ્રામીણ–મુઝફ્ફરપુર થઈને ચલાવવામાં આવશે.

આ ફેરફારના કારણે આ ટ્રેન નીચેના સ્ટેશનો પર ઊભી નહીં રહે: સિસવા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સુગૌલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી.

 2) ગાડી સંખ્યા 19270 મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસ તારીખ 24 મે, 31 મે, 1 જૂન, 7 જૂન અને 8 જૂન, 2026 ના રોજ પોતાના નિયત માર્ગ મુઝફ્ફરપુર–નરકટિયાગંજ–પનિયહવા–ગોરખપુર ના બદલે મુઝફ્ફરપુર–છપરા ગ્રામીણ–ભટની–ગોરખપુર થઈને દોડશે.

આ ફેરફારના કારણે આ ટ્રેન નીચેના સ્ટેશનો પર ઊભી નહીં રહે: મેહસી, ચકિયા, બાપુધામ મોતિહારી, સુગૌલી, બેતિયા, નરકટિયાગંજ, બગહા અને સિસવા બજાર.

રેલવે પ્રવાસીઓને નમ્ર વિનંતી છે કે તેઓ પ્રવાસ શરૂ કરતા પહેલાં ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય અદ્યતન વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ enquiry.indianrail.gov.in ની મુલાકાત અવશ્ય લે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News