BREAKING NEWS

જામનગર​​​​​​​: વૃદ્ધ-ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ આગામી ૩૧ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા અનુરોધ

  • June 12, 2026 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: વૃદ્ધ-ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ આગામી ૩૧ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા અનુરોધ

ભારત સરકારની એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન ખરાઈ પ્રક્રિયા થઈ શકશે


જામનગર શહેરમાં રહેતા નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઇન્દિરાગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા તમામ નાગરિકોને યોજનાઓનો અવિરત લાભ મળતો રહે તે માટે તમામ લાભાર્થીઓની દર વર્ષે હયાતીની ખરાઈ  કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

ચાલુ વર્ષે લાભાર્થીઓની સુવિધા અને પારદર્શિતા માટે ભારત સરકાર દ્વારા વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ માધ્યમથી હયાતીની ખરાઈ કરવાની રહેશે. આ સમગ્ર પ્રક્રિયા આગામી તા.૩૧ જુલાઈ-૨૦૨૬ ની નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવી અનિવાર્ય છે, જેથી લાભાર્થીઓને મળતી સહાયની રકમ મેળવવામાં કોઈ અવરોધ ઊભો ન થાય.
​​​​​​​
આ પ્રક્રિયા અંતર્ગત જો કોઈ લાભાર્થીનું અવસાન થયેલું હોય, તો તેમના પરિવારના સભ્યોએ સત્વરે સંબંધિત કચેરીનો સંપર્ક કરી મરણ પ્રમાણપત્ર, બેંક પાસબુક તેમજ વારસદારના જરૂરી ઓળખના દસ્તાવેજોની નકલ અચૂક રજૂ કરવાની રહેશે.

તંત્ર દ્વારા તમામ લાભાર્થીઓને સમયસર હયાતીની ખરાઈ કરાવી લેવા નમ્ર અપીલ કરવામાં આવી છે. આ ઓનલાઈન ખરાઈની કામગીરી દરમિયાન જો કોઈ લાભાર્થીને ટેકનિકલ કે અન્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય, તો તેમણે રૂબરૂમાં મામલતદાર કચેરી, જામનગર (શહેર), શરૂ સેક્શન રોડ, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, સમાજ સુરક્ષા શાખા ખાતે ઉપસ્થિત રહીને પોતાની હયાતીની ખરાઈ કરાવી લેવા જણાવાયું છ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News