BREAKING NEWS

ખંભાળિયા તાલુકાની ૮૬ ગ્રા.પં.માં સરપંચપદનું અનામત માળખું જાહેર

  • November 05, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાની ૮૬ ગ્રા.પં.માં સરપંચપદનું અનામત માળખું જાહેર

SC  માટે ૪-SEBC માટે ૨૩ બેઠક, મહિલાઓ માટે પંચાયતોમાં અનામત

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજેશ એમ. તન્ના દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ-૫૧ હેઠળ મળેલી સત્તાની રૂએ ખંભાળીયા તાલુકાની ગ્રામ પંચાયતો માટે સરપંચ પદની અનામત બેઠકોનું અધિકૃત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા સાથે જ તાલુકાની કુલ ૮૬ ગ્રામ પંચાયતોમાં વિવિધ વર્ગો તેમજ મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી થતાં સ્થાનિક ગ્રામીણ રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. જાહેરનામાની વિગતો મુજબ, અનુસૂચિત જાતિ માટે કુલ ૪ બેઠકો ફાળવવામાં આવી છે, જેમાં ભાડથર, હાપા લાખાસર, મોટી ખોખરી અને શેઢા ભાડથરનો સમાવેશ થાય છે.

આ પૈકી હાપા લાખાસર અને ભાડથર બેઠક અનુ. જાતિ મહિલાઓ માટે અનામત રખાઈ છે.બીજી તરફ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૨૩ પંચાયતો ફાળવવામાં આવી છે.

જેમાં કુવાડીયા, લલીયા, લાલપરડા, લાલુકા, માધુપુર, મહાદેવીયા, માંઝા, મોટા માંઢા, નાગડા, નાના માંઢા, નવી ફોટ, પરોડીયા, પીર લાખાસર, રામનગર, સખપર, સામોર, શક્તિનગર, સિધ્ધપુર, સોડસલા, સોનારડી, સુમરા તરઘરી, સુતારીયા અને ઠાકર શેરડીનો સમાવેશ થાય છે.જેમાં આ ૨૩ બેઠકો પૈકી કુવાડીયાથી લઈને પરોડીયા સુધીની પ્રથમ ૧૨ બેઠકો મહિલાઓ માટે અનામત જાહેર કરાઈ છે.

તાલુકાની બાકીની ગ્રામ પંચાયતોને બિન અનામત (જનરલ વર્ગમાં) રાખવામાં આવી છે. જેમાં ભાણ ખોખરી, ભાતેલ, ગોઈજ, હરિપર, હર્ષદપુર, જુના તથીયા, જૂની ફોટ, જુવાનગઢ, કજુરડા, કાલાવડ સીમાણી, કંચનપુર, કંડોરણા, કેશોદ, ખજુરીયા, કોલવા, કોટા, કોટડીયા, કોઠા વિસોત્રી, મોટા આંબલા, મોવાણ, નાના આંબલા, નાના આસોટા, નવા તથીયા, પીપળીયા, સોઢા તરઘરી, ટીંબડી, ઉગમણા બારા, વચલા બારા, વડાલીયા સિંહણ અને વાડીનારનો સમાવેશ થાય છે.

જયારે આહેર સિંહણ, આંબરડી, આંબરડી દેવળીયા, આથમણા બારા, બજાણા, બેહ, બેરાજા, ભંડારીયા-સગારીયા, ભારા બેરાજા, ભરાણા, ભટગામ, ભીંડા, ચુડેશ્વર, દખણાદા બારા, દાતા, દાત્રાણા, ધંધુસર, ધરમપુર, ગોકલપર, ગોલણ શેરડી, હંજડાપર, હંસ્થલ, કબર વિસોત્રી, કાકાભાઈ સિંહણ, કાઠી દેવળીયા, વડત્રા, વિંઝલપર, વિરમદડ, ઝાકસીયા મળી ૨૯ ગ્રામ પંચાયતો મહિલા સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. આ જાહેરનામા બાદ ખંભાળીયા તાલુકામાં સ્થાનિક ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ખંભાળિયા તાલુકા અનામત બેઠકોનું સરવૈયું
કુલ ગ્રામ પંચાયતો: ૮૬ પંચાયતોમાં સરપંચ પદની બેઠકોની ફાળવણી.
અનુસૂચિત જાતિ: કુલ ૪ બેઠકો (જેમાંથી ૨ બેઠકો મહિલા માટે અનામત).
પછાત વર્ગ: કુલ ૨૩ બેઠકો (જેમાંથી ૧૨ બેઠકો મહિલા માટે અનામત).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application