જામનગરમાં નીટની પરીક્ષા અન્વયે પ્રતિબંધક આદેશો
રવિવારે યોજાનારી પરીક્ષાને લઇને વહીવટી તંત્ર સજજ
નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા ૩૦ ઓગસ્ટે જામનગર ખાતે નીટ-૨૦૨૬ની પરીક્ષા લેવાશે.
આ સંદર્ભે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરીએ આ પરીક્ષાકેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા કે ગેરકાયદેસર મંડળીઓ રચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોપીયર મશીનો દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીનધારકો માટે આ પરીક્ષાકેન્દ્રોની આસપાસ ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૮.૩૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી તેમના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો તથા અન્ય કોઇ દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા પર પણ પ્રતિબંધ રહેશે.પરીક્ષાકેન્દ્રોમાં મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઇલેકટ્રોનિક વોચ કે અન્ય અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અને લાઉડ સ્પીકર વગાડવા પર પાબંદી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application