જામનગરમાં ક્રિષ્ના પાર્કથી પાર્ટી પ્લોટ સુધીનો માર્ગ ૨૬ દી બંધ રહેશે
સમાણા રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરીને અનુલક્ષીને મનપાનું જાહેરનામું
વૈકલ્પીક રૂટ તરીકે જશોદાનાથ સોસાયટીથી સમાણા રોડ ચાલુ રહેશે
જામનગરમાં સમાણા રોડપર ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે ક્ષ્નિા પાર્કથી પાર્ટી પ્લોટ સુધીનો માર્ગ ૬ થી ૩૧ જુલાઇ એટલે કે ૨૬ દીવસ બંધ રહેશે. આ અંગે મનપાએ જાહેરનામું બહાર પાડયું છે. વૈકલ્પીક રૂટ તરીકે જશોદાનાથ સોસાયટીથી સમાણા રોડ ચાલુ રહેશે.
જામનગર મહાનગરપાલીકાના વોર્ડ નં.૧૬માં સમાણા રોડ પર ક્રિષ્ના પાર્કથી વીડીબી પાર્ટી પ્લોટ સુધી ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાની કામગીરના અનુસંધાને સલામતીના ભાગપે તથા અકસ્માત નિવારવાના હેતુથી તા.૬-૭ થી ૩૧-૭ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા મ્યુનિસિપલ કમિશ્ર્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર સામે બીપીએમસી એકટ હેઠળ દંડની કાર્યવાહી કરવામાં આવશે.વોર્ડ નં.૧૬ માં સમાણા રોડ પર ક્રિષ્ના પાર્કથી વીડીબી પાર્ટી પ્લોટ સુધીનો માર્ગ ૨૬ દીવસ બંધ રહેશે.
આથી વૈકલ્પીક રૂટ તરીકે સમાણા રોડ પર આવેલી જે.જે.જશોદાનાથ સોસાયટી થઇ સમાણા રોડ સુધી જવાનો માર્ગ ચાલુ રહેશે. આથી આ માર્ગનો ઉપયોગ કરવા રાહદારીઓ અને વાહનચાલકોને અનુરોધ કરાયો છે.