BREAKING NEWS

જામવંથલી-અલિયાબાડા રેલ સેક્શનમાં બુધવારે સેફ્ટી નિરીક્ષણ કરાશે

  • November 03, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામવંથલી-અલિયાબાડા રેલ સેક્શનમાં બુધવારે સેફ્ટી નિરીક્ષણ કરાશે

​​​​​​​​​​​​​​પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ સેફ્ટી અને સંચાલન ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજકોટકાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામવંથલીઅલિયાબાડા રેલ સેક્શનની નવનિર્મિત રેલવે લાઇન પર ૨ નવેમ્બર, ૨૦૨૬ની સવારથી ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે.

આ જ ક્રમમાં ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રેલવે સેફ્ટી કમિશનર પશ્ચિમ સર્કલ, મુંબઈ દ્વારા નવનિર્મિત રેલવે લાઇનનું સેફ્ટી નિરીક્ષણ અને સ્પીડ ટેસ્ટ કરવામાં આવશે. આ નિરીક્ષણ સવારે ૦૮:૦૦ વાગ્યાથી રાત્રે ૨૦:૦૦ વાગ્યા સુધી નિર્ધારિત છે. આ દરમિયાન રેલવે લાઇનની સેફ્ટી, સ્થિરતા અને તકનીકી માપદંડોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, જેથી ઊંચી ઝડપે સુરક્ષિત અને સરળ રેલ સંચાલન સુનિશ્ચિત કરી શકાય.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે સ્પીડ ટ્રાયલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન) સાથે ઓસિલેશન મોનિટરિંગ સિસ્ટમની મદદથી કરવામાં આવશે. આ પ્રણાલી દ્વારા રેલ એન્જિનના ઓસિલેશન અને ગતિશીલ પ્રવૃત્તિઓ પર નજર રાખીને ૧૩૦ કિમી/કલાકની ઝડપે સુરક્ષિત રેલ સંચાલનની યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.

રેલવે સેફ્ટી કમિશનર તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ આ નવી લાઇન પર નિયમિત રેલ સંચાલન શરૂ કરી દેવામાં આવશે. આનાથી સેક્શનની સંચાલન ક્ષમતામાં વધારો થશે અને મુસાફરોને વધુ સુગમ મુસાફરીની સુવિધા મળશે.

રેલવે પ્રશાસને નાગરિકોને અનુરોધ કર્યો છે કે જામવંથલી-અલિયાબાડા સેક્શનમાં ૨ નવેમ્બરથી જ ૧૩૦ કિમી/કલાકની ઝડપે ટ્રાયલ રન શરૂ થઈ રહ્યા છે, તેથી રેલવે ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવી રાખે અને તેની આસપાસ કોઈપણ પ્રકારની અવરજવર ન કરે. ટ્રેક ક્રોસ કરવો અથવા તેની નજીક જવું અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. નાગરિકો સેફ્ટી નિયમોનું પાલન કરે અને સુરક્ષિત રેલ સંચાલનમાં રેલવે પ્રશાસનને સહયોગ આપે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News