BREAKING NEWS

જામનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

  • October 29, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

નરાધમ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો: ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી વિસ્તારમાં ૧૩ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં એક શખ્સ સામે બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભોગ બનનાર બાળકી આરોપીની દીકરી સાથે રમવા માટે તેના ઘરે જતી હોવાનો ઉલ્લેખ પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે બાળકીના પરિવારજનોએ જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી લાલજી લખમણ મકવાણા સામે પોક્સો એક્ટ સહિતની સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીની પૂછપરછ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંવેદનશીલ બનાવ અંગે જામનગર ગ્રામ્યના ઇન્ચાર્જ ડીવાયએસપી પિયુષ વાંદાએ વિઝીટેશન કર્યું હતું. સીટી એ પીઆઇ ડોડીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા તપાસ કરીને નરાધમની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરવા તજવીજ ચલાવવામાં આવી રહી છે. આરોપી લાલજી મકવાણા મુળ ખાંભાગીર વિસ્તારનો વતની હોવાનું અને અહીં નંદનવન નજીક ભાડે મકાનમાં રહેતો હતો, નરાધમે પોતાની હવસનો શિકાર બાળાને બનાવ્યાનો બનાવ સામે આવતા આરોપી સામે ફીટકારની લાગણી વરસી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application