જામનગરમાં વેરો ન ભરનાર આસામીઓ પર તવાઇ, ૭ મિલકત સીલ
જામનગરમાં વેરો ન ભરનાર આસામીઓ પર મહાનગરપાલીકાએ તવાઇ બોલાવી ૭ મિલકત સીલ કરી છે. ચેકીંગ કાર્યવાહીમાં બે મિલકતધારકો પાસેથી સ્થળ પર ૩.૭૩ લાખની બાકીવેરાની વસૂલાત કરવામાં આવી હતી. ૧૧ મિલકતધારકોએ ૨૮.૩૪ લાખના પ્રોપર્ટી ટેકસના આગામી દીવસોના ચેક આપ્યા હતાં.
જામનગર મહાપાલીકાની મિલકતવેરા શાખા દ્વારા તા.૩૧/૩/૨૦૨૬ સુધીનો મિલકત વેરો ન ભરનાર આસામીઓને વોરંટ અને અનુસુચીની નિયમ મુજબ બજવણી કુરવામાં આવી છે. આમ છતાં મિલકતધારકોએ વેરો ન ભરતા મનપાએ કડક કાર્યવાહી શ કરી છે. જે અંતર્ગત ગઇકાલે હાઉસટેકસ શાખાના અધિકારીઓની ટીમે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત ૮૦ મિલકતોની સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમ્યાન શ્રી રાજ ડેવલોપર્સ ભાગીદારી પેઢીનો ૪૧૮૨૪૨, પૂજા ડેવલોપર્સનો ૧૪૯૫૦૦, ગોવીંદભાઇ માધવજી સોનેચાનો ૧૦૩૭૮૩, રાજકુમાર ધીરજલાલ રોહેરાનો ૨૪૧૯૮૦, રાજેન્દ્વભાઇ ભીમજીભાઇ અસવારનો ૭૨૭૦૩, દિવ્યાબેન વિજયભાઇ દતાણીનો ૯૭૪૨૪ અને ગુણવંતભાઇ કે.પટેલનો ૨૬૭૨૭૧ મિલકતવેરો બાકી હોય મિલકતો સીલ કરવામાં આવી હતી.
જયારે સ્થળ પર મનસુખલાલ બાલુભાઇ ડોડીયાએ ૧૬૯૭૦૦ અને ભરતકુમાર વનાભાઇ દલ્સાનીયાએ ૨૦૩૩૬૨નો મિકલત વેરો ભરપાઇ કર્યો હતો.તદઉપરાં બાકી મિલકતવેરો હોય તેવા મહેશભાઇ માધવજીભાઇ સોજીત્રાએ ૩૪૮૮૨૬, સુભાષચંદ્વ બી.બોરાડીયાએ ૭૬૪૫૦૦, નીતીન મનસુખભાઇ મુંજપરાએ ૩૧૭૦૬૦, લક્ષ્મીબેન ઠાકરસીભાઇ નકુમે ૧૫૩૯૦૦, ભાવેશભાઇ યોગેશભાઇ વિરડીયાએ ૧૪૩૮૬૨, સાગર મેટલે ૧૫૯૦૦૦, પીયુષ ચંપકલાલ દોશીએ ૨૦૨૦૦૦, કીરીટ કે.કામાનીએ ૩૨૨૪૨૫, અનવરઉમેર બસીરઉમેરે ૧૨૬૦૦૦, કીશોરભાઇ મોહનભાઇ રાનીપાએ ૧૬૫૨૬૧, પ્રવીણ વલ્લભભાઇ સંઘાણીએ ૧૨૯૨૭૫નો ડયુ ડેટ એટલે આગામી દીવસોના ચેક આપ્યા હતાં. આ રીકવરીની કાર્યવાહી કમિશ્ર્નર અને આસી.કમિશ્ર્નર(ટેકસ)ની સૂચનાથી મિલકતવેરા શાખાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.