BREAKING NEWS

જામનગર: ધ્રોલના ભેંસદળ ગામે નિરાશ ખેડુતે પોતાના પાક ઉપર છોડી દીધા ઘેટા બકરા

  • October 29, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલના ભેંસદળ ગામે નિરાશ ખેડુતે પોતાના પાક ઉપર છોડી દીધા ઘેટા બકરા  

ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં વરસાદ ઓછો પડતા પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા કપાસનો પાક નિષ્ફળ: અબોલ પશુઓ ભુખ્યા ન રહે તે માટે સરાહનીય કામગીરી

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ભેંસદળ ગામમાં વરસાદ ખેંચાતાં સર્જાયેલી અછતની સ્થિતિ વચ્ચે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ ભારે ખર્ચ કરીને કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ લાંબા સમયથી વરસાદ ન વરસવાને કારણે અને સિંચાઈ માટે પૂરતું પાણી ન હોવાથી કપાસનો પાક સુકાઈને સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ પાક બચાવવા માટે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને આંતરખેડ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હતો. તેમ છતાં વરસાદ ન પડતાં હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

છેલ્લી ઘડી સુધી વરસાદની આશા રાખનારા ધરતીપુત્રોને નિરાશા સાંપડતાં આખરે ભારે હૈયે તેમણે ઊભા કપાસના પાકમાં માલધારીઓના ઘેટાં-બકરાં ચરાવવા માટે ખેતરો ખુલ્લાં મૂકી દીધાં 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application