યાત્રાધામ દ્વારકા ખાતે તા.૦૩ થી ૦૭ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે શ્રાવણ ઉત્સવ મેળો
સર્કિટ હાઉસ પાછળના મેદાન, દ્વારકા ખાતે સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ થશે
પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટમીના પાવન પર્વને અનુલક્ષીને રાજ્ય સહિત દ્વારકા સહિતના યાત્રાધામોમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ ધાર્મિક અવસરે સ્વ સહાય જૂથોની બહેનો આર્થિક રીતે સશક્ત થઈ શકે તે હેતુથી શ્રાવણ ઉત્સવ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (NRLM) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર ઉપલબ્ધ કરાવવા માટે સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં આ મેળાનું આયોજન દ્વારકામાં તા.૦૩ સપ્ટેમ્બરથી ‘શ્રાવણ ઉત્સવ” મેળાનો પ્રારંભ થનાર છે.
આ મેળામાં વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૨૦ વીસ સખીમંડળના સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ સ્ટોલમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હેન્ડીક્રાફટ, હેન્ડવર્ક, હેન્ડલુમ, ફૂડ પ્રોડકસ તેમજ નેચરલ & આયુર્વેદિક પ્રોડકસ જેવી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. સ્વસહાય જૂથોની બહેનોને પ્રોત્સાહન મળે અને તેમની આજીવિકામાં વધારો થાય તે હેતુથી તેમને નિ:શુલ્ક સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. શ્રાવણ ઉત્સવ મેળો સ્વ-સહાય જૂથની બહેનો માટે પોતાની મહેનતથી તૈયાર કરેલી વસ્તુઓને ગ્રાહકો સુધી પહોચાડવા સાથે આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.
આ મેળાનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા હસ્તે તા.૦૩/૦૯/૨૦૨૬ના રોજ સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ, દ્વારકા ખાતે સવારે ૧૦ વાગ્યે થશે. તેમજ સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, પબુભા માણેક, હેમંતભાઈ ખવા સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application