દેવભૂમિ દ્વારકા: ગોકુલાષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો વિશેષ સમયપત્રક જાહેર
દેવભૂમિ દ્વારકા: ગોકુલાષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો વિશેષ સમયપત્રક જાહેર
August 31, 2026 11:42 AM
દેવભૂમિ દ્વારકા: ગોકુલાષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો વિશેષ સમયપત્રક જાહેર
સવારે ૬ વાગ્યે મંગળા આરતીથી શરૂઆત, બપોરે ૧થી ૫ સુધી અને રાત્રે ૯થી ૧૨ સુધી દર્શન બંધ રહેશે: પ્રશાસન દ્વારા કરાયુ સુચારૂ આયોજન
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વને અનુલક્ષીને શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શન તથા વિવિધ ધાર્મિક સેવાઓ માટે વિશેષ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ભક્તો માટે મંદિરના દર્શન સવારે ૬ વાગ્યે મંગળા આરતી બાદ શરૂ થશે, જ્યારે દિવસ દરમિયાન વિવિધ ભોગ, પૂજા અને અનોસરના સમયે દર્શન બંધ રહેશે.
સવારે ૬ વાગ્યે મંગળા આરતી બાદ ૬થી ૮ વાગ્યા સુધી મંગળા દર્શન થશે. સવારે ૮ થી ૮.૪૫ સુધી શ્રીજીના વિશેષ/અભિષેક દર્શન યોજાશે. ત્યારબાદ ૮.૪૫ થી ૧૦ વાગ્યા સુધી સામાન્ય દર્શન રહેશે. સવારે ૧૦ થી ૧૦.૧૫ સુધી શણગાર ભોગ દરમિયાન દર્શન બંધ રહેશે અને ૧૦.૧૫ થી ૧૦.૪૫ સુધી દર્શન ખુલ્લાં રહેશે.
ત્યારબાદ સવારે ૧૦.૪૫ થી ૧૧ વાગ્યા સુધી શૃંગાર ભોગને કારણે દર્શન બંધ રહેશે. ૧૧ વાગ્યે શૃંગાર આરતી યોજાશે અને ત્યારબાદ ૧૧ થી ૧૧.૨૦ સુધી દર્શન થશે. સવારે ૧૧.૨૦ થી ૧૧.૩૦ સુધી ગ્વાલ ભોગ દરમિયાન દર્શન બંધ રહેશે. ૧૧.૩૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી દર્શન, જ્યારે ૧૨ થી ૧૨.૩૦ સુધી રાજભોગને કારણે દર્શન બંધ રહેશે. બપોરે ૧૨.૩૦ થી ૧ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. ત્યારબાદ બપોરે ૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી અનોસર એટલે મંદિર દર્શન માટે બંધ રહેશે. સાંજે ૫ વાગ્યે ફરી દર્શન શરૂ થશે અને ૫થી ૫.૪૫ સુધી દર્શન રહેશે. સાંજે ૫.૪૫ થી ૬ વાગ્યા સુધી ઉત્થાપન ભોગ દરમિયાન દર્શન બંધ રહેશે. ત્યારબાદ ૬ થી ૬.૩૦ સુધી દર્શન કરી શકાશે.
સાંજે ૬.૩૦ થી ૬.૪૫ સુધી સંધ્યા ભોગને કારણે દર્શન બંધ રહેશે અને ૬.૪૫ થી રાત્રે ૮ વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. રાત્રે ૮ થી ૮.૧૦ સુધી શયન ભોગ દરમિયાન દર્શન બંધ રહેશે. ૮.૧૦ થી ૮.૩૦ સુધી દર્શન બાદ રાત્રે ૮.૩૦ વાગ્યે શયન આરતી યોજાશે. ત્યારબાદ ૮.૩૦ થી ૯ વાગ્યા સુધી દર્શન કરી શકાશે.
રાત્રે ૯ વાગ્યાથી મધ્યરાત્રિ ૧૨ વાગ્યા સુધી અનોસર હોવાથી મંદિરના દર્શન બંધ રહેશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મધ્યરાત્રિ ૧૨ વાગ્યે જન્મોત્સવ આરતી યોજાશે. ત્યારબાદ ૧૨ થી ૧૨.૩૦ સુધી જન્મોત્સવના વિશેષ દર્શન ભક્તોને મળશે. મધ્યરાત્રિ ૧૨.૩૦ વાગ્યા બાદ અનોસર થતાં મંદિરના દર્શન ફરી બંધ રહેશે.
મંદિર પ્રશાસને જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં આવનારા ભક્તોને જાહેર કરાયેલા સમયપત્રકને ધ્યાનમાં રાખીને દર્શન માટે આયોજન કરવા અપીલ કરી છે.