ઐતિહાસીક સીમાચીહ્ન, જામનગર-અમૃતસર નેશનલ હાઇ-વે પર ભારતીય સેનાના વિમાનોનું સફળ લેન્ડીંગ
ઐતિહાસીક સીમાચીહ્ન, જામનગર-અમૃતસર નેશનલ હાઇ-વે પર ભારતીય સેનાના વિમાનોનું સફળ લેન્ડીંગ
November 25, 2026 11:39 AM
ઐતિહાસીક સીમાચીહ્ન, જામનગર-અમૃતસર નેશનલ હાઇ-વે પર ભારતીય સેનાના વિમાનોનું સફળ લેન્ડીંગ
ભારતમાં સામાન્ય રીતે સેનાના વિમાન એરફોર્સ મથકોમાં લેન્ડીંગ થતા હોય છે. પરંતુ સેનાના વિમાન નેશનલ હાઇ-વે પર લેન્ડીંગ થાય તે સ્વાભાવિક રીતે ઐતીહાસીક ક્ષણ કહી શકાય. આ સીમાચીહ્નપ સિઘ્ધિ ગઇકાલે ભારતીય વાયુસેનાએ હાંસલ કરી હતી. કારણ કે, જામનગર-અમૃતસર નેશનલ એકસપ્રેસ હાઇ-વે પર ભારતીય સેનાની ટીમ માઉન્ટેન ઇગલ્સ દ્વારા વિંગ્સ ઓફ વેલર એન્ડ યુનીટી એકસપીડીશન અભિયાન હાથ ધરાયું હતું. નેશનલ હાઇવે ઓથીરીટી અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલન સાથેના આ અભિયાન અંતર્ગત ભારતીય સેનાના બે માઇક્રોલાઇટ એરક્રાફટ અને બે પાર્વડ હેંગ ગલાઇડર્સ એરક્રાફટ મળી કુલ ચાર નાના વિમાનોએ કંડલા પોર્ટથી ઉડાન ભરી જામનગર-અમૃતસર ભારતમાલા એકસપ્રેસ હાઇ-વે પર પાટણ જિલ્લાના બકુત્રા ગામ પાસે આવેલા ટોલ પ્લાઝા પાસે સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યું હતું. આ કવાયતથી કટોકટીની સ્થિતિમાં આધુનીક હાઇ-વેનો એરસ્ટ્રીપ તરીકે પણ ઉપયોગ થઇ શકે તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. આ સમગ્ર અભિયાનને ટીમ માઉન્ટેન ઇગલના જવાનોએ રોમાંચક અને અનોખો અનુભવ ગણાવ્યો હતો.