BREAKING NEWS

જામનગર: કનસુમરા જીઆઈડીસીમાં ઓફિસમાંથી રોકડા ૧.૯૦ લાખની ચોરી

  • November 25, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કનસુમરા જીઆઈડીસીમાં ઓફિસમાંથી રોકડા ૧.૯૦ લાખની ચોરી

અઠવાડીયા પુર્વે બારીની ગ્રીલ તોડી શખ્સો ત્રાટકયા : સીસી ફુટેજના આધારે તપાસ

કનસુમરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલની એક ટ્રેડિંગ પેઢીને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂ.૧.૯૦ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ સામે એકતા એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ મુલચંદાણી (ઉ.વ.૩૪)ની કનસુમરા જીઆઈડીસીના સર્વે નંબર ૧૮૬, પ્લોટ નંબર ૯/૫માં ખાતે ગીરસન સફીન કેમિકલ્સ નામની ટ્રેડિંગ પેઢી આવેલી છે. 
ગત તા. ૧૬ના રોજ વહેલી સવારે કેમીકલ પેઢીની ઓફીસમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઓફીસની બારીની ગ્રીલ કોઇ હથિયાર વડે તોડીને ટેબલના ખાનામાંથી રોકડા ૧.૯૦ લાખની ચોરી કરી ગયા હતા. 

પેઢીના સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસતાં ચાર અજાણ્યા શખ્સો પેઢીએ આવ્યા હોવાનું જણાયું હતું. જેમાં બે શખ્સો મુખ્ય દરવાજો ટપી અંદર પ્રવેશ્યા હતા, જ્યારે અન્ય બે બહાર નજર રાખતા ઊભા રહ્યા હતા. અંદર ગયેલા શખ્સોએ કોઈ સાધન વડે બારીની ગ્રીલ તોડી ઓફિસમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂ.૧.૯૦ લાખની રોકડની ચોરી કરી હતી અને ત્યારબાદ ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.

આ અંગે ભાવેશભાઈ મુલચંદાણીએ ચાર અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application