BREAKING NEWS

દોરીથી યુવકનું ગળુ કપાતા મોત, રાજકોટમાં મકરસંક્રાતિ પહેલા પહેલો બનાવ

  • November 25, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મકરસંક્રાતિ પૂર્વે જ પતંગના દોરાથી ગળામાં ઇજા થવાથી યુવકનું કરુણ મોત નિપજ્યાંનો પ્રથમ બનાવ સામે આવ્યો છે, યુવક મિત્ર સાથે બાઇકમાં જઈ રહ્યો હતો દરમિયાન ઘરથી થોડે દૂર પહોંચતા પતંગનો પાક્કો દોરો યુવકના ગળામાં ફસાતા ચેકો પડી જવાથી લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જિલ્લા ગાર્ડન નજીક કુંભારવાડામાં રહેતો અતિક રિયાઝભાઈ ચૌહાણ (ઉ.વ.20)નો યુવક ગત તા.21ના રોજ બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો દરમિયાન ઘરથી થોડે દૂર પહોંચતા અચાનક જ ગળામાં પતંગની દોરી ફસાઈ જતા યુવક બાઈક સમેત રોડ પર પટકાયો હતો. ઘટનાને પગલે આસપાસના દુકાનદારો સહિતના દોડી ગયા હતા અને યુવકને લોહી નીતરતી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન ગત રાત્રીના મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.


મૃતક અતિક બે બહેનનો એકનો એક ભાઈ હતો. તા.21ના અતિક ઘરે હતો ત્યારે મિત્ર રહીશનો ફોન આવ્યો હતો અને તેના પિતાને હોસ્પિટલ લઇ જવાનું હોવાથી પોતાની સાથે આવવા કહ્યું હતું. આથી યુવક મિત્રના ઘરે બાઈક લઈને જઈ રહ્યો હતો. દરમિયાન ઘરથી આગળ પહોંચતા જ પતંગની દોરી ગળામાં ફસાઈ જતા ગંભીર ઈજાઓ થવાથી સારવારમાં દમ તોડ્યો હતો. યુવાન પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application