BREAKING NEWS

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતો વેપારી ઝડપાયો

  • November 25, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતો વેપારી ઝડપાયો 

વસંતવાટીકા પાસે પોલીસ પ્રગટી : પાંચના નામ ખુલ્યા : રોકડ, મોબાઇલ જપ્ત

જામનગરના રણજીતસાગર રોડ પર વસંત વાટીકા શેરી નં. ૫ના ખુણા પાસે જાહેરમાં મોબાઇલ એપ્લીકેશન પર ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પકડી લેવામાં આવ્યો હતો તેની પાસેથી મોબાઇલ અને રોકડ કબ્જે કરવામાં આવી હતી, તપાસ દરમ્યાન તેની સાથે સોદા કરતા પાંચ શખ્સોના નામ ખુલ્યા હતા જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા વેપાર કરતા વિશેષ અશોક નાખવા (ઉ.વ.૪૧) નામનો શખ્સ વસંતવાટીકા ખુણા પાસે પોતાના કબ્જાના મોબાઇલ પર ક્રિકેટ ગુરૂ નામની એપ્લીકેશનમાં દુબઇમાં રમાતી એમઆઇ અમીરાત વી. ગલ્ફ જાયન્ટસ મેચનો લાઇવ સ્કોર નિહાળી ફોન પરથી અલગ અલગ મોબાઇલમાં રનફેર હારજીતના સોદા કરી જુગાર રમતો હતો. 

આથી સીટી-એ પોલીસે રેઇડ દરમ્યાન પકડી પાડયો હતો તેની પાસેથી ૧૭૫૦ની રોકડ અને મોબાઇલ મળી ૬૭૫૦નો મુદામાલ જપ્ત કર્યો હતો, તપાસ દરમ્યાન અજય રાધનપુરા, મુનાફ આંબલીયા, મહેબુબ, અલ્તાફ તથા ઇમરાન નામના અન્ય શખ્સોએ સોદા કરતા હોવાનું ખુલ્યુ હતું. તમામની સામે જુગારધારા મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application