જામનગરના નવાગામ ઘેડ સરસ્વતી સોસાયટીમાં ૧૭ વર્ષની તરૂણીએ ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી દીધી હતી, જયારે વિજરખી ગામમાં પરપ્રાંતીય ૧૪ વર્ષની કિશોરીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું. જામનગરના નવાગામ ઘેડ સરસ્વતી સોસાયટી વિસ્તારમાં રહેતી આનંદીબેન મનોજભાઇ ગોહિલ (ઉ.વ.૧૭) નામની તરૂણી તા. ૨૯ના રોજ પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા સારવરમાં ખસેડવામાં આવી હતી જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું,આ બનાવ અંગે મનોજ મગનભાઇ ગોહિલ દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં મુળ એમપીના જોબટના વતની અને હાલ જામનગર તાલુકાના વિજરખી ગામ મહેશભાઇની વાડી ખાતે રહેતા ખેતમજુરી કરતા પરિવારની ૧૪ વર્ષની પુત્રી રેશમાબેન રાયચંદભાઇ વાસ્કેલાને જગદીશ નામના છોકરા સાથે પ્રેમ સબંધ હોય જે બાબતે તેણીને ભાઇએ ઠપકો આપતા મનમાં લાગી આવતા કિશોરીએ વાડીની ઓરડીમાં ગત તા. ૨૮ના રોજ જંતુનાશક દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું, આ અંગે હાલ વિજરખી રહેતા અજય રાયચંદભાઇ દ્વારા પંચકોશી-એમાં જાણ કરવામાં આવી હતી, બનાવના કારણે શોકની લાગણી ફેલાઇ ગઇ છે.