BREAKING NEWS

જામનગર: સાધના કોલોનીની આદર્શ નિવાસી હોસ્ટેલમાંથી તરૂણ ગુમ

  • October 27, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સાધના કોલોનીની આદર્શ નિવાસી હોસ્ટેલમાંથી તરૂણ ગુમ

અપહરણની ફરીયાદ નોંધાવાતા પોલીસ દ્વારા તપાસ : માહિતી આપવા જાહેર જનતાને અપીલ

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી હોસ્ટેલમાંથી ૧૫ વર્ષનો સગીર ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બાળકને શોધી કાઢવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

ગત તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં સાધના કોલોની સ્થિત આદર્શ નિવાસી હોસ્ટેલમાંથી જયદીપ રૂપાભાઈ ઝાપડા નામનો ૧૫ વર્ષીય તરૂણ કોઈને જાણ કર્યા વિના જતો રહ્યો હતો. ગુમ થયેલા તરૂણ અંગે કોઈ નાગરિકને માહિતી મળે અથવા બાળક ક્યાંય જોવા મળે તો તાત્કાલિક જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

સંપર્ક નંબર: ૬૩૫૯૬૨૭૮૧૨ પોલીસ દ્વારા સગીર બાળકની શોધખોળમાં સહકાર આપવા અને કોઈ પણ ઉપયોગી માહિતી મળે તો તાત્કાલિક જાણ કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે આણદા ગામમાં રહેતા તરૂણના પિતા રૂપાભાઇ દ્વારા સીટી-એ ડીવીઝનમાં ભેદી રીતે ગુમ થયેલા તેમના પુત્રનું કોઇ અપહરણ કરી ગયુ છે એવી અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે. પીએસઆઇ રોયલા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવાવમાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application