ગોંડલના આશાપુરા ચોકડી પાસે રવિવારના રોજ અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચેના શક્તિપ્રદર્શનમાં સમર્થકો સામે વધુ એક ગુનો નોંધાયો છે. સુરત પાસિંગની થાર જીપમાં લગાવવામાં આવેલ રાષ્ટ્રધ્વજને ખેંચીને તોડી નાખી નીચે ફેંકી દેનાર શખ્સ અને કોઈ અધિકાર ન હોવા છતાં થાર જીપમાં રાષ્ટ્રધ્વજ લગાવનાર થાર ચાલક સામે પોલીસે પ્રિવેન્સન ઓફ ઈન્સલ્ટ તું નેશનલ ઓનર એક્ટ 1971ની કલમ-2 મુજબ ગુનો નોંધ્યો છે.
આ સમગ્ર દેખાવોમાં પોલીસ ભીંસમાં આવી હતી
ગોંડલમાં રવિવારે અલ્પેશ કથીરિયા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના શક્તિ પ્રદર્શનમાં સામ સામે બંને પક્ષ વચ્ચે ઉગ્ર દેખાવો થયા હતા તેમજ ગણેશ જાડેજાના સર્મથકોએ અલ્પેશ કથિરિયાની કારના કાચ તોડ્યા હતા તો અલ્પેશના ટેકેદારો-સમર્થકોએ ગણેશ જાડેજાના સમર્થકોના ટોળા ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. આ સમગ્ર દેખાવોમાં પોલીસ ભીંસમાં આવી હતી અને કાયદો વ્યવસ્થા જાળવવામાં પરસેવો પાડ્યો હતો.
બંને સામે ગોંડલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
દરમિયાન આશાપુરા ચોકડી પાસે જીજે-05-આરયુ-1200 નંબરની થાર જીપમાં રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો જે રાષ્ટ્રધ્વજને અજાણ્યા શખસે ઉખેડી નીચે ફેંકી દીધો હોવાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર ગોંડલના હિતેશ રમેશભાઈ રાઠોડ અને થાર જીપનો ચાલક કે જેને ભારતનો રાષ્ટ્રધ્વજ કારમાં લગાવવાનો કોઈ વિશેષાધિકાર ન હોવા છતાં કારમાં રાષ્ટ્રધ્વજ લાગવ્યો હતો બંને સામે ગોંડલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech