BREAKING NEWS

ખંભાળિયામાં વિતરણ થતું પાણી ડહોળું : રોગચાળો ફેલાય તેવું પાણી અપાતા નગરજનોમાં રોષ

  • May 09, 2026 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં વિતરણ થતું પાણી ડહોળું : રોગચાળો ફેલાય તેવું પાણી અપાતા નગરજનોમાં રોષ

નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે કચવાટ 

ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ખૂબ જ ગંદુ તથા પીળાશ પડતું હોવાથી નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘરે આપવામાં આવતા પાણીમાં દુર્ગંધ અને ગંદકી જોવા મળતાં લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી છે.

સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આવા પાણીનો ઉપયોગ પીવા કે ઘરેલુ કામ માટે કરવો મુશ્કેલ બન્યો છે. લોકોએ પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક પાણીની તપાસ કરી સ્વચ્છ પાણી પૂરું પાડવાની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે પાણી અંગે કરાયેલા સરવેમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી આરોગ્યને હાનિકર્તા તેમજ પીવા લાયક ન હોવાનો ધગધગતો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ તંત્રની કામગીરીમાં નોંધપાત્ર સુધારો ન થતા અને રાબેતા મુજબ ગંદુ અને રોગચાળો ફેલાય તેવું પાણી આપવામાં આવતા નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોમાં સાથે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application