જામનગરમાં વાયુસેના દ્વારા સહાયતા સેતુ કવાયતમાં દિલધડક દ્રશ્યો
જામનગર એરફોર્સમાં કવાયત અંતર્ગત આજે કવાડ દેશોના પ્રતિનિધિઓની બેઠક
વાયુસેના દ્વારા સહાયતા સેતુ કવાયતના આજે ત્રીજા દિવસે આપત્તિઓમાં લોકોના જીવ બચાવવાની દિલધડક કવાયતો દેખાડવામાં આવી: અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાનનાં પ્રતિનિધિઓ સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ સંબંધે મહત્વની બેઠક
જામનગર વાયુસેના મથક ખાતે ૩ દિવસ સહાયતા સેતુ કવાયતનું આયોજન કરાયુ હતુ જેમાં આજે ત્રીજા દિવસે આપત્તિ વખતે બચાવ કામગીરી માટેની તૈયારીઓને મજબૂત બનાવવાની હેતુ સાથે એરફોર્સ દ્વારા મહા કવાયત દેખાડવામાં આવી હતી, જયારે કુદરતી કોપ વખતે લોકોની જાન-માલની રક્ષા કરવા હંમેશા વાયુસેના મદદે આવતી હોય છે, ત્યારે આ બચાવ કામગીરીમાં આધુનિક સીસ્ટમનો ઉમેરો થયો છે તેને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ લઇને મેગા કવાયત યોજાઇ હતી, જેમાં અતિ આધુનિક ફાઇટર વિમાન અને હેલિકોપ્ટર ઉપરાંત હથિયારોનું પણ નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ તમામ દિલધડક કવાયતો કેમેરામાં કેદ થઇ હતી અને લોકોએ નરી આંખે જોયુ હતું કે જયારે આપતિ સમયે રાહત કામગીરી કરવામાં આવે છે ત્યારે કેવી રીતે વાયુસેના જીવ સટોસટની બાજી લગાવીને લોકોના જીવ બચાવે છે. આજના કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ જામનગર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય વાયુસેના દ્વારા જામનગર એરફોર્સ ખાતે ત્રિદિવસીય સહાયતા સેતુ કવાયત યોજાઇ હતી. આજે ત્રીજા દિવસે આપતિઓમાં નાગરિકોના જીવ બચાવવાની દિલધડક કવાયતો દેખાડવામાં આવી હતી, અતિ આધુનિક બચાવ સીસ્ટમ ફાઇટર વિમાનો, હેલીકોપ્ટર, હથિયારો, વગેરેનું પણ નિદર્શન યોજાયુ હતું. અને વાયુસેનાના દેશના ઉચ્ચ અધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા. આટલું જ નહિ કવાડ દેશોના પ્રતિનિધિઓ સાથે પણ આંતરરાષ્ટ્રીય સહયોગને લઇને મહત્વની બેઠક પણ યોજાઇ હતી.
ભારતીય સંરક્ષણ દળો, મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફ (HQ IDS) અને મુખ્યાલય દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડ (HQ SWAC) ના માર્ગદર્શન હેઠળ, ભાગ લેતી રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશો (FFCS) સાથે સંકલનમાં, ૧૭-૧૯ નવેમ્બર ૨૬ દરમિયાન વાયુસેના સ્ટેશન જામનગર ખાતે કવાયત સહાયતા સેતુ, એક બહુ-રાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કવાયતનું આયોજન કરશે. ભારત સરકારના નિર્દેશો પર આયોજિત આ કવાયત, ભારતીય વાયુસેના દ્વારા એક સંકલિત માળખામાં મુખ્યાલયના નેજા હેઠળ હાથ ધરવામાં આવશે.
આ કવાયતનો હેતુ સામૂહિક તૈયારીને મજબૂત બનાવવા, આંતર-કાર્યક્ષમતા વધારવા અને તકનીકી નવીનતા દ્વારા સંકલિત આપત્તિ પ્રતિભાવને પ્રોત્સાહન આપવાનો છે. તે ઈઉજ, ભારતીય સંરક્ષણ દળોના સેવા વડાઓ અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા જોવા મળે તેવી અપેક્ષા છે. તેમની હાજરી કવાયતના રાષ્ટ્રીય મહત્વ અને આંતરરાષ્ટ્રીય સહયોગ, આપત્તિ તૈયારી અને સામૂહિક સ્થિતિસ્થાપકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. આ કવાયતમાં કવાડ દેશો (ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસએ) ના પ્રતિનિધિઓની હાજરીમાં કાર્યકારી સ્તરની બેઠક યોજાઇ.
આપત્તિઓ ભૌગોલિક સીમાઓ પાર કરતી હોવાથી, રાષ્ટ્રો અને એજન્સીઓ વચ્ચે સમયસર સહાય, અસરકારક સંકલન અને સરળ સહયોગ જીવન બચાવવા માટે મહત્વપૂર્ણ છે. તેની વ્યૂહાત્મક એરલિફ્ટ ક્ષમતાઓ, ઝડપી પ્રતિભાવ ક્ષમતા અને આપત્તિ રાહત કામગીરીમાં વ્યાપક અનુભવ સાથે, ભારતીય વાયુસેના નાગરિક અધિકારીઓને ટેકો આપવામાં અને કટોકટી દરમિયાન માનવતાવાદી સહાય પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આજે સવારે ૧૦ વાગ્યે ચીફ ગેસ્ટના આગમન બાદ રાષ્ટ્રીય ગાન સાથે કવાયતનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ એરફોર્સના જવાનોએ હેલીકોપ્ટર અને ફાઇટર પ્લેનમાંથી પેરા જમ્પ કરતા દિલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારપછી એરફોર્સના જવાનો દ્વારા વાવાઝોડાના સમયે કઇ રીતે બચાવની કામગીરી કરી શકાય તેની કવાયત યોજાઇ હતી. જેમાં કુદરતી વાવાઝોડુ આવે ત્યારે કયા પ્રકારની સ્થિતિ છે તે માટે સાયકલોન ઝોન ઉભો કરીને આ પ્રકારની સ્થિતિ ઉભી કરી તેમાં બચાવ અને રાહત કામગીરીનું નિદર્શન કર્યું હતું. જેને નિહાળીને ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
તદઉપરાંત કુદરતી અને કૃત્રિમ આપતિની સ્થિતમાં હેલીકોપ્ટર દ્વારા મેડીકલના સાધનો લઇ જઇ ઘટના સ્થળે બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેની કવાયત પણ કરવામાં આવી હતી. આ દરમ્યાન એમઆઇ-૧૭ હેલીકોપ્ટરમાંથી દોરડા વડે એરફોર્સના જવાનો નીચે ઉતર્યા હતા અને આ કામગીરીનું નિદર્શન કર્યુ હતું. સાથે સાથે હેલીકોપ્ટર દ્વારા બકેટ અને અન્ય સાધનોમાંથી પાણીનો નીચે છંટકાવ કરી આગ કેવી રીતે બુઝાવવામાં આવે છે તેનું નિદર્શન પણ કરાયું હતું. આટલુ જ નહિ હેલીકોપ્ટર દ્વારા ફયુઅલનું વહન આપતિની સ્થિતિઓમાં લોકોનો બચાવ કેવી રીતે કરવામાં આવે છે તેની પદ્ધતિઓની કવાયત પણ કરાઇ હતી. આ કામગીરી દરમ્યાન રેસ્કયુ વ્હીકલ અને ડોગનો પણ ઉપયોગ કરાયો હતો. ખાસ કરીને આપાતકાલીન સ્થિતિઓમાં ગંભીર ઇજાગ્રસ્ત દર્દીઓને કેવી રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે તે કામગીરીનું નિદર્શન પણ એરફોર્સના જવાનોએ કર્યું હતું. આ સમગ્ર કવાયત નિહાળી દર્શકો રોમાંચિત થયા હતા. અને વાહ...વાહ... પોકારી ગયા હતા.
તેના કાર્યકારી ઉદ્દેશ્યો ઉપરાંત, સહાયતા સેતુ કવાયત આંતરરાષ્ટ્રીય મિત્રતા, એકતા અને સહિયારી ભાવનાને પ્રોત્સાહન આપશે. તે ભાગ લેનારા રાષ્ટ્રોની કાર્યકારી શ્રેષ્ઠતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને માનવતાવાદી સેવા પ્રત્યે પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરે છે, આ સિદ્ધાંતને મજબૂત બનાવે છે કે તૈયારી, ભાગીદારી અને તાત્કાલિક કાર્યવાહી આપત્તિઓ દરમિયાન જીવન અને નુકસાન વચ્ચે તફાવત લાવી શકે છે.
મલ્ટિ-એજન્સી ક્ષમતા પ્રદર્શન એ દિવસ ૩ નો વ્યવહારુ ક્ષમતા ઘટક છે. તેનો હેતુ એ બતાવવાનો છે કે પસંદ કરેલી એજન્સીઓ અને ક્ષમતાઓ સંકલિત પ્રતિભાવ અને સિમ્યુલેટેડ આપત્તિમાં કેવી રીતે ફાળો આપે છે. પ્રેક્ષકો સ્પષ્ટ વાર્તાને અનુસરી શકશે, ગંભીર સંકટ વ્યાપક જરૂરિયાતો ઊભી કરે છે, અધિકારીઓ પરિસ્થિતિગત જાગૃતિ વિકસાવે છે; જ્યાં યોગ્ય હોય ત્યાં સ્થાનિક પ્રતિભાવ ક્ષમતાને મજબૂત બનાવવામાં આવે છે; બચાવ, તબીબી, ઇજનેરી અને રાહત કાર્યો જોડાયેલા છે; અને કાર્યો પૂર્ણ થતાં માહિતી અને જવાબદારી સોંપવામાં આવે છે.