ભાણવડના પ્રોહી બુટલેગરએ મંગાવેલો દારૂ ભરેલો ટ્રક પકડાયો
ભાણવડ પંથકના પ્રોહી બુટલેગર બધા ભોળા શામળાએ ચંદીગઢથી મંગાવેલ દારૂ ભરેલો ટ્રક ધ્રાંગધ્રાના ચુલી સીમમાંથી રાજકોટ રેન્જની ટીમે પકડી લીધો હતો, ૧૭ હજાર બોટલ અને અન્ય મુદામાલ મળી ૯૦.૪૮ લાખનો મુદામાલ કબ્જે કરી ઢેબરના ટ્રકચાલકને દબોચી લીધો હતો, તપાસ દરમ્યાન ભાણવડના રાણપરના માલ મંગાવનારા અને ભાણવડના અન્ય શખ્સો સહિત ૬ની સંડોવણી સામે આવી છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા આગામી દિવાળીના તહેવારો અનુસંધાને રેન્જ હસ્તકના જીલ્લાઓમાં લોકો પર્વ શાંતીમય વાતાવરણમાં ઉજવી શકે અને પ્રોહીબીશનની ગેરકાયદે પ્રવૃતી કરનારાઓને શોધી કાઢવા સુચનાઓ કરતા રેન્જના પીઆઇ અપુર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જના પીએસઆઇ પી.એન. મોરી, પીએસઆઇ મિયાત્રા, પીએસઆઇ ગોહિલ, પીએસઆઇ ઉધાસ તથા સ્ટાફ દ્વારા પ્રોહીની પ્રવૃતી કરનારા શખ્સોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરવામાં આવ્યુ હતું.
દરમ્યાન પીએસઆઇ એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ અને સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમ બ્લોચ, વનરાજ મકવાણા, મિતેશ પટેલ, કમલેશ રબારી, વિપુલ મોરી, પરેશ સાંજવા તથા ધર્મેન્દ્રસિંહને હકીકત મળેલ કે ટાટા ટ્રક નં. જીજે૨૫યુ-૬૮૦૫માં બહારના રાજયમાંથી વિદેશી દારૂ ભરી અમદાવાદ-કચ્છ હાઇવે પરથી પસાર થનાર છે.
આ બાતમી અનુસંધાને ટ્રક સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમ આશીર્વાદ હોટલ પાસેથી પસાર થનાર છે આથી વોચ ગોઠવી ટ્રકને રોકીને ચેક કરતા ઇંગ્લીશ દારૂની ૧૭૩૦૪ બોટલ કિ. ૭૫.૪૧.૬૭૬ સાથે ડ્રાઇવર અબ્બાસ હુશેન હિંગોરા રહે. ઢેબર મળી આવતા ટ્રક, ફોન, દારૂ અને આડસ માટે વાપરેલ ઘાસના ભુસાની બોરીઓ મળી કુલ ૯૦.૪૮.૧૭૬નો મુદમાલ કબ્જે કરી ડ્રાઇવર અબ્બાસની પુછપરછ કરી હતી.
તપાસ દરમ્યાન ટ્રકમાલિક ભાણવડના પાસ્તેડીના રાજુ ખીમા કોડીયાતર, ભાણવડના ઢેબરના જુસબ હાજી હિંગોરા, પાયલોટીંગ કરનાર અર્ટીગા કાર નં. જીજે૨૫એએ-૯૪૨૧નો ચાલક, મોબાઇલ પર રૂટ ડાયરેકશન આપનાર ઇસમ, માલ મંગાવનાર ભાણવડના રાણપરનો બધા ભોળા શામળા, માલ ભરી આપનાર અજાણ્યો શખ્સ અને તપાસમાં જે ખુલે એ તમામ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે, ઉપરોકત સાત પૈકી એકની અટક કરી અન્યની શોધખોળ આદરવામાં આવી છે.