BREAKING NEWS

જામનગર-લતીપરના દુષ્કર્મના કેસમાં બે આરોપી જેલ હવાલે

  • August 04, 2026 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર-લતીપરના દુષ્કર્મના કેસમાં બે આરોપી જેલ હવાલે

જામનગરમાં યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને રીમાન્ડ બાદ જેલ હવાલે કરાયો છે, જયારે ધ્રોલના લતીપર વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સની અટકાયત બાદ જેલમાં મોકલી આપ્યો હતો.
જામનગરમાં રહેતી એક યુવતિને પરિચય કેળવીને રામેશ્ર્વરનગર વિસ્તારના યશરાજસિંહ પૃથ્વીરાજસિંહ સોઢા નામના શખ્સે લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંઘ્યો હતો, જે બાબતની સીટી-સી ડીવીઝનમાં આરોપી વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવતા તપાસ કરીને આરોપીને ઝડપી લઇ એક દિવસના રીમાન્ડ પર લીધો હતો અને મુદત પુર્ણ થતા જેલમાં મોકલી દેવાયો છે.

બીજા બનાવમાં ધ્રોલના લતીપર વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાની ફરીયાદ આરોપી મેશુર કેશુર વિરુઘ્ધ નોંધાવવામાં આવી હતી, ભોગ બનનારે તાજેતરમાં ફીનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઇ હતી અને રજા આપ્યા બાદ આ બાબતે પુછતા મામલો સામે આવ્યો હતો ધ્રોલ પોલીસે ફરીયાદના આધારે આરોપીની અટક કરી ગુનાના કામે પુછપરછ કરીને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલ હવાલે કરાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application