જામનગર શહેરમાં ઢીંચડાથી વાયુનગર-મુરલીધરનગર મુખ્ય માર્ગ ૩ મહીના બંધ રહેશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૬માં ઢીંચડા ગામ તરફ જતાં માર્ગ પર સી.સી. રોડની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ માર્ગ ત્રણ મહિના માટે વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. આથી વૈકલ્પીક માર્ગનો ઉપયોગ કરવા મહાનગરપાલીકાએ તાકીદ કરી છે.
મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાની જાહેર નોટિસ મુજબ, એરફોર્ષ ગેઇટ થી ઢીંચડા ગામ તરફ જતા રસ્તા પર સી.સી. રોડનું કામ ચાલુ કરવાનું હોવાથી તા. ૧૬ સપ્ટેમ્બરથી તા. ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી આ માર્ગ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઢીંચડા ગામથી દ્વારકાધીશ સોસાયટી થઈ બેડી બંદર રીંગ રોડ, ઢીંચડા ગામથી દરગાહવાળો રોડ તરફ થઈ બેડી બંદર રીંગ રોડ તથા વાયુનગર-મુરલીધરનગર મેઈન રોડ પરથી તિરુપતિ-૧ સોસાયટી થઈ રીંગ રોડનો ઉપયોગ કરી શકાશે. મનપાએ સ્થાનિક રહેવાસીઓ તેમજ આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે બી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application