BREAKING NEWS

સલાયા વાત્સાયાન કેન્દ્ર દ્વારકા સ્થળાંતરિત થશે

  • August 21, 2026 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા વાત્સાયાન કેન્દ્ર દ્વારકા સ્થળાંતરિત થશે

ગ્રામજનોમાં રોષ: સગર્ભા સ્ત્રીઓને રિપોર્ટ માટે ખંભાળિયા ધક્કો

સલાયા રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત વાત્સાયાન કેન્દ્રને દ્વારકા સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા શ‚ થઈ છે. આ કેન્દ્ર મુખ્યત્વે એચઆઇવીના રિપોર્ટ અને કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડે છે.

આ ઉપરાંત, સગર્ભા સ્ત્રીઓને પ્રસુતિ પહેલાં એચઆઇવી, ઝેરી કમળો અને સિફિલિસ જેવા રોગોના રિપોર્ટ પણ અહીં કરવામાં આવે છે. કેન્દ્રના સ્થળાંતરથી સલાયાના રહેવાસીઓ અને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓની મુશ્કેલીઓમાં વધારો થશે, કારણ કે તેમને રિપોર્ટ માટે ખંભાળિયા જવું પડશે.

વાત્સાયાન કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં ૫૨ જેટલા એચઆઇવી પોઝિટિવ દર્દીઓને શોધી કાઢવામાં આવ્યા છે. કેન્દ્ર બંધ થવાથી આ દર્દીઓને કાઉન્સેલિંગ અને તેમના પરિવારજનોને સમયાંતરે રિપોર્ટિંગ કરાવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ગ્રામજનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે આ કેન્દ્રને બંધ ન કરવામાં આવે. તેના બદલે, દ્વારકા અથવા અન્ય જ‚રિયાતવાળી હોસ્પિટલોમાં નવા કેન્દ્રો શરૂ કરવામાં આવે અને ત્યાં નવા લેબ ટેકનિશિયન તેમજ સ્ટાફની નિમણૂક કરવામાં આવે. સલાયાનો મુખ્ય વ્યવસાય વહાણવટાનો છે, જેમાં વિદેશ નોકરી માટે ઘણી બધી જગ્યાઓએ ઇંઈંટ રિપોર્ટ આપવો પડે છે. આ રિપોર્ટ પણ અહીં જ થાય છે, તેથી આ કેન્દ્રને સલાયામાં ચાલુ રાખવા માટે પ્રબળ માંગણી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application