દ્વારકા : કરચલાના ૪૦ લાખ બચ્ચાને કુદરતના ખોળે મુકત કરાયા

  • October 09, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાની કામધેનું યુનિવર્સીટીના ફિશરીઝ સંશોધન કેન્દ્રમાં હેચરીમાં ઉત્પન થયેલા મડ ક્રેબનાં ૪૦ લાખ બચ્ચાને પોશીત્રા દરીયાઇ વિસ્તારમાં કુદરતમાં ખોળે મુક્ત કરવામાં આવ્યા છે.


ઓખા ખાતે કામધેનું યુનિવર્સીટી અંતર્ગત ફિશરીઝ સંશોધન કેન્દ્ર ખાતેની લેબોરેટરીમાં કરચલાને લાવી વાતાવરણમાં જાળવી ઈંડાનું ઇન્ચુબેશન (સેવન) કરાવી હેચિંગ કરાવવામાં સફળતા મળી છે. અહીં કરચલાનાં બચ્ચાનાં ઉછેર માટે વિવિધ પ્રયોગો પણ હાથ ધરવામાં આવે છે. સંશોધન વૈજ્ઞાનિક ડો. એમ. પી. પટેલનાં માર્ગદર્શન હેઠળ ડો. એમ. કે. ભાલાળા, સનિષ્ઠ, સાગર અને મનાલીબેન ટીમને સફળતા પ્રાપ્ત થયેલ છે.


આ દરિયાઈ જૈવ પર્યાવરણ તથા આર્થિક રીતે અગત્યતા ધરાવતા સાયલા સીરેટા પ્રજાતિના વિશાળ કરચલાના હેચરીમા ઉત્પન્ન થયેલ ૪૦ લાખ લાર્વી બચ્ચાંને રેંજ ફોરેસ્ટર ઓફિસર એન. પી. બેલાના માર્ગદર્શન મુજબ એસ. જી. કણજારીયા, ફોરેસ્ટર, પોશિત્રા અને અત્રેના કેન્દ્રના સાગર બારિયાની, જે. આર. એફ. હાજરીમાં મરીન નેશનલ પાર્ક, પોશીત્રા ખાતે તેના દરિયાઈ કુદરતી નિવાસ્થાન કાદવવાળા અને ચેરીયા (મેન્ગૃવ) વાળા વિસ્તારમાં છોડવામાં આવ્યા છે જેથી તેના કુદરતી સંતુલન જાળવવામાં મદદરૂપ થઇ શકે. ઉલ્લેખનીય છેકે કે ફિશરીઝ સંશોધન કેન્દ્ર ખાતે દરિયાઈ પ્રાણીઓનું સંગ્રહાલય પણ છે. જેમાં વિવિધ દરિયાઈ સમુદાયના પ્રાણીઓને જાળવી રાખવામાં આવેલ છે. અહીં સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓ, સંશોધકો તથા પર્યટકો મોટી સંખ્યામાં મુલાકાતે આવે છે.
​​​​​​​

સાયલા સીરેટાનો ૧.૫ કિલો વજન,૧૦થી ૫૦ લાખ ઇંડા ધરાવે છે આર્થિક રીતે અગત્યતા ધરાવતા દરિયાઈ કાદવના કરચલા (સાયલા સીરેટા) કે જે ૧.૫ કી.ગ્રા. સુધી વજન ધરાવે છે અને દરિયાઈ કિનારાના કાદવ અને ચેરના વિસ્તારમાં જોવા મળે છે. જેની વિદેશમાં માંગ વધારે હોઈ તેથી પકડાશ વધારે થાય છે. જેથી દરિયાઈમાં તેની સંખ્યા સતત ઘટતી જાય છે. આ કરચલાની વસ્તી જાળવણી કરવી સમુદ્રી જૈવ પર્યાવરણ માટે અત્યંત જરૂરી છે. આ કરચલા સંધિપાદ સમુદાયના ક્રસ્ટેશીયા વર્ગનું સમુદ્રી પ્રાણી છે. આ કરચલા ૧૦ થી ૫૦ લાખ જેટલા ઈંડા ધરાવતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application