રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે યુરોપ્ના અન્ય દેશોની સુરક્ષા વ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. બ્રિટને સંભવિત યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની લશ્કરી તૈયારીઓ તેજ કરી છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે લગભગ 1 લાખ ભૂતપૂર્વ સૈનિકોનો સંપર્ક કર્યો છે અને તેમને જરૂર પડ્યે ફરીથી લશ્કરી સેવામાં જોડાવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. શીત યુદ્ધ પૂર્ણ થયા બાદ પહેલીવાર બ્રિટને આટલા મોટા પાયે પોતાના ભૂતપૂર્વ સૈનિકોનો સંપર્ક કર્યો છે.
યુરોપમાં વધતી સુરક્ષા ચિંતાઓ અને રશિયા સાથેના તણાવ વચ્ચે બ્રિટનનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જોકે, બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનો અર્થ એવો નથી કે દેશ તાત્કાલિક યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી રહ્યો છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સંભવિત કટોકટીના સમયે ઉપલબ્ધ સૈન્ય શક્તિ અને ભૂતપૂર્વ સૈનિકોની ક્ષમતાઓની માહિતી મેળવવાનો છે.શું છે બ્રિટનનું વ્યૂહાત્મક અનામત દળ?બ્રિટનના લશ્કરી માળખામાં ’સ્ટ્રેટેજિક રિઝર્વ’ એટલે કે વ્યૂહાત્મક અનામત દળની વ્યવસ્થા છે. તેમાં એવા ભૂતપૂર્વ સૈનિકોનો સમાવેશ થાય છે, જેમને ખાસ પરિસ્થિતિઓમાં ફરીથી લશ્કરી સેવામાં બોલાવી શકાય છે.આમાં મુખ્યત્વે તાજેતરના વર્ષોમાં સેનામાંથી સેવા છોડનારા સૈનિકોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય કટોકટી, દેશ પર હુમલો અથવા યુદ્ધ જેવી અસાધારણ પરિસ્થિતિમાં તેમની સેવાઓ લેવામાં આવી શકે છે.બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે આ ભૂતપૂર્વ સૈનિકોને તેમની સંપર્ક વિગતો અપડેટ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તેમની હાલની નોકરી, વ્યવસાયિક લાયકાત અને સેનામાંથી બહાર આવ્યા બાદ પ્રાપ્ત કરેલી નવી કુશળતાઓની માહિતી પણ માગવામાં આવી છે.આ માહિતીના આધારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તેમની ક્ષમતા અને અનુભવ પ્રમાણે જવાબદારીઓ સોંપી શકાય છે.બ્રિટનને નાટોના સહયોગથી પોતાની સૈન્ય ક્ષમતા વધારવાની ઈચ્છાબ્રિટનના આ પગલાં પાછળ રશિયા સાથે વધતો તણાવ એક મોટું કારણ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા યુદ્ધ બાદ યુરોપ્ના અનેક દેશોએ પોતાની સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.બ્રિટનને પણ આશંકા છે કે આવનારા સમયમાં રશિયા સાથેનો તણાવ વધુ વધી શકે છે. આથી બ્રિટન નાટોના સહયોગથી પોતાની સૈન્ય ક્ષમતા વધારવા માગે છે.જોકે, બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભૂતપૂર્વ સૈનિકોને મોકલવામાં આવેલા પત્રોનો અર્થ તાત્કાલિક સૈન્યમાં પાછા બોલાવવાનો આદેશ નથી. હાલ સૈન્ય કવાયતોમાં ભાગ લેવો સ્વૈચ્છિક છે અને વ્યૂહાત્મક અનામત દળને તાત્કાલિક સક્રિય કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આગામી 1,000 દિવસમાં સંભવિત યુદ્ધની શક્યતા: સંરક્ષણ મંત્રીબ્રિટને ભૂતપૂર્વ સૈનિકોને લશ્કરી તાલીમ અને સૈન્ય કવાયતોમાં સ્વૈચ્છિક રીતે ભાગ લેવાની તક પણ આપી છે.આમાં 2027ના વસંત ઋતુમાં યોજાનારી નાટોની ’સ્ટેડફાસ્ટ ડિફેન્ડર’ સૈન્ય કવાયતનો પણ સમાવેશ થાય છે. આ કવાયતનો મુખ્ય હેતુ નાટોના સભ્ય દેશોની સંયુક્ત સૈન્ય ક્ષમતાને મજબૂત બનાવવાનો છે.બ્રિટનના સંરક્ષણ મંત્રી વેસ સ્ટ્રીટિંગે ચેતવણી આપી છે કે દેશે આગામી 1,000 દિવસમાં સંભવિત યુદ્ધનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. તેમના જણાવ્યા અનુસાર, બ્રિટને પોતાના સાથી દેશો સાથે મળીને લડવાની અને જરૂર પડે ત્યારે વિજય મેળવવાની ક્ષમતા વિકસાવવી પડશે.
દરેક ભૂતપૂર્વ સૈનિકને પાછા બોલાવવામાં નહીં આવેબ્રિટનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દરેક ભૂતપૂર્વ સૈનિકને ફરીથી સેનામાં જોડાવાની ફરજ પડતી નથી. આ જવાબદારી તેમની અગાઉની લશ્કરી સેવા અને તે સમયે લાગુ પડેલી શરતો પર આધારિત છે.એટલે કે આ વ્યવસ્થા સામાન્ય નાગરિકો માટે ફરજિયાત લશ્કરી ભરતી નથી. માત્ર એવા ભૂતપૂર્વ સૈનિકો તેનો ભાગ છે, જેમના પર અગાઉની સેવાને કારણે ખાસ સંજોગોમાં પાછા ફરવાની કાનૂની જવાબદારી લાગુ પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે ૫૬ ભોગ અન્નકૂટ દર્શન
November 27, 2026 01:34 PMઆઈબીએમએ યુએસ વિઝા સ્પોન્સરશિપ બંધ કરી: હવે સેંકડો ભારતીયોએ દેશ છોડવો પડશે
November 27, 2026 01:33 PMદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
