દુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ

  • November 27, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા દુનિયાના અન્ય અનેક દેશોની સરખામણીએ સરળ અને સસ્તી છે. લાઇસન્સ માટેની સરકારી ફી પણ પ્રમાણમાં ઓછી હોવાથી સામાન્ય નાગરિકો માટે લાઇસન્સ મેળવવું સરળ બને છે. ઓનલાઈન ડ્રાઇવર એજ્યુકેશન પ્લેટફોર્મ ’જુટોબી’ના અહેવાલમાં 70 દેશોની સરખામણી કરવામાં આવી છે. જેમાં ભારતને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની સરળ પ્રક્રિયા ધરાવતા દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે.



અહેવાલ મુજબ, ભારતમાં સરકારી ફી અને લાઇસન્સ સંબંધિત ખર્ચ સહિત આશરે 900 રૂપિયામાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ભારતની પ્રક્રિયા સરળ હોવાનું એક મુખ્ય કારણ એ છે કે અહીં સરકારી સ્તરે ડ્રાઇવિંગ સ્કૂલમાં તાલીમ લેવાના કલાકો ફરજિયાત નક્કી કરવામાં આવ્યા નથી. જોકે, લાઇસન્સ મેળવવા માટે અરજદારે નિર્ધિરિત પરીક્ષા અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડે છે.



ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે સૌથી પહેલાં લર્નર લાઇસન્સ બનાવવું પડે છે. ત્યારબાદ ઓછામાં ઓછા 30 દિવસ સુધી ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પ્રેક્ટિસ પૂર્ણ થયા બાદ અરજદારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડે છે. ટેસ્ટમાં સફળ થયા બાદ લાઇસન્સ જારી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મેડિકલ તપાસની ફરજિયાત શરતો પણ અન્ય કેટલાક દેશોની સરખામણીએ ઓછી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.



અહેવાલમાં ભારત ઉપરાંત ફ્રાન્સ, મેક્સિકો, બાબર્ડિોસ અને બહામાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાલીમના ફરજિયાત કલાકોની સરખામણીમાં ફ્રાન્સમાં 20 કલાકની તાલીમ જરૂરી છે, જ્યારે ભારત, મેક્સિકો, બાબર્ડિોસ અને બહામાસમાં સરકારી સ્તરે ફરજિયાત તાલીમના કલાકો શૂન્ય દશર્વિવામાં આવ્યા છે.


બીજી તરફ વિયેતનામમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ઘણું મુશ્કેલ છે. અહીં નવા ડ્રાઇવરે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલમાંથી કુલ 196 કલાકની ફરજિયાત તાલીમ લેવી પડે છે. તેમાંથી 136 કલાક ટ્રાફિકના નિયમો અને ડ્રાઇવિંગના સૈદ્ધાંતિક જ્ઞાન માટે નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વ્યવહારિક તાલીમ પણ લેવી પડે છે. વિયેતનામમાં લાઇસન્સની ફી આશરે 2,200 રૂપિયા છે. સાથે મેડિકલ સર્ટિફિકેટ અને આંખોની તપાસ પણ ફરજિયાત છે.આમ, 70 દેશોના અભ્યાસમાં ભારતની ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ઓછી ખચર્ળિ અને સરળ હોવાનું સામે આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application