દ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
ચાર્ટર પ્લેનમાં આવી દ્વારકામાં દર્શન કરી પાછા ગાંધીનગર ઉડી જાય તો એમાં ખેડુતોના પ્રશ્ર્નોને સમજી શકાય નહિં
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે દેવભુમી દ્વારકાના પ્રવાશે આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ આ અંગે મહત્વની માંગણી કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારકા આવીને દુષ્કાળગ્રસ્ત ખેડુતોના ઘરે એક રાત્રી રોકાણ કરે તેમજ ચાર્ટર પ્લેનમાં આવીને દ્વારકા દર્શન કરી પાછા ગાંધીનગર ન ઉડી જાય અને ખેડુતોના પ્રશ્ર્નોને જવાબ આપે તદઉપરાંત પીજીવીસીએલના દંડ ઉઘરાણી અને પાણીની તંગી વચ્ચે ખેડુતો પીડાય છે, મુખ્યમંત્રી સ્થળ પર સ્થિતી જોવે સહિત અનેક મુદ્દા ઉપર ઇશુદાનએ મુખ્યમંત્રી પાસે માંગણી કરી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મુખ્યમંત્રીના દ્વારકા પ્રવાસ અંગે મહત્વની માંગણીઓ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનું પદ કોઈ એક પરિવાર, જ્ઞાતિ કે પાર્ટીનું નહીં પરંતુ સર્વ સમાજ અને સર્વ વર્ગનું ગરિમામય પદ છે, તેથી જ તેમને ગુજરાતના નાથ કહેવાય છે. જ્યારે ગુજરાતના નાથ દ્વારકાના નાથના આંગણે દર્શન કરવા પધારી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. જેમ મુખ્યમંત્રી આદિવાસી વિસ્તારમાં બે-ત્રણ દિવસ રોકાયા હતા, તેમ તેઓ દ્વારકા, જામનગર અને પોરબંદરના ગામડાઓમાં ખેડૂતોના ઘરે એક-એક રાત રોકાય તેવી વિનંતી છે; ભલે તેનાથી તેમની પાર્ટીને ફાયદો થાય, પણ તેઓ ખેડૂતોની વાસ્તવિક પીડાથી વાકેફ થશે.
વધુમાં જણાવ્યું છે કે હાલ ખેડૂતો કર્જમાં ડૂબેલા છે, ખાતામાં નાણા નથી, શિયાળુ પિયત શક્ય નથી, ઉઘરાણીના ફોન અને પીજીવીસીએલના દંડનો માર સહન કરી રહ્યા છે, તેમજ નર્મદા કે સિંચાઈ તો દૂર, પીવાના પાણીની પણ તંગી છે. આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની અછત છે, દુષ્કાળ જાહેર થયાને મહિનો થવા છતાં રાહત કાર્યો શરૂ થયા નથી અને અગાઉ કમોસમી વરસાદમાં બે હેક્ટરે રૂ.૪૪,૦૦૦ ની સામે આ વખતે જાહેર કરેલા માત્ર રૂ.૮,૫૦૦ પણ ખેડૂતોને મળ્યા છે કે કેમ તે અંગે મુખ્યમંત્રી સ્થળ પર જઈને તપાસ કરે અથવા મીડિયા સંબોધનમાં આ સવાલોના જવાબ આપે.
બીજી તરફ દ્વારકાના નાથને પ્રાર્થના કરતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ગુજરાતના નાથ કદાચ ધ્વજા ચઢાવીને પોતાનું સીએમ પદ અકબંધ રહે અને લોકો બધી પીડા ભૂલીને જ્ઞાતિ-જાતિના વાડામાં વીંટાઈને ફરી ભાજપને મત આપે તેવી પ્રાર્થના કરશે, પરંતુ ભગવાન દ્વારકાધીશ તેમને પૂછે કે માલધારીઓ, ખેડૂતો અને ગરીબ વર્ગ પીડિત છે ત્યારે તેમણે ગુજરાતના નાથ તરીકેની જવાબદારી કેટલી નિભાવી..?
દ્વારકાધીશને હાથ જોડીને વિનંતી છે કે તેઓ મુખ્યમંત્રીને એવી સદબુદ્ધિ આપે જેથી દર્શન કર્યા બાદ તેઓ ખેડૂતોના ખાતામાં રૂ. ૪૪,૦૦૦ જમા કરાવે અથવા એવો ચમત્કાર કરે કે ખેડૂતોના દેવા માફ થઈ જાય, નહીંતર તેઓ જનતાના પૈસે ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરમાં આવીને માત્ર દર્શન કરી પાછા ગાંધીનગર ઉડી જશે. તેમણે દ્વારકાવાસીઓ વતી સૌને આવકારતા ખેડૂતોને પણ અપીલ કરી કે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના નાથને પોતાના પ્રશ્નો પૂછે અને દ્વારકાના નાથને પ્રાર્થના કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે ૫૬ ભોગ અન્નકૂટ દર્શન
November 27, 2026 01:34 PMઆઈબીએમએ યુએસ વિઝા સ્પોન્સરશિપ બંધ કરી: હવે સેંકડો ભારતીયોએ દેશ છોડવો પડશે
November 27, 2026 01:33 PMદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
