દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના અને વિકાસવાદી વિચારધારાને વધુ મજબુત બનાવવા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય "શ્રી દ્વારકેશ કમલમ" ખાતે જિલ્લા ભાજપની કાર્યશાળા યોજાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ જન-જન સાથે સંપર્ક કરી ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં લોકો જોડાય તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ખંભાળિયામાં યોજાયેલી જિલ્લાની આ કાર્યશાળામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પી.એસ. જાડેજા, યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, રાજુભાઈ સરસિયા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા અને મંડળના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મોરચાના હોદેદારો તેમજ સદસ્યતા અભિયાનના જિલ્લા અને મંડળનાં સહ સંયોજકો સાથે જિલ્લાના સહાયક સહિત મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લાના એન.એફ.એસ.એ. અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડધારકો જોગ યાદી
May 21, 2025 11:39 AMખંભાળિયાની ગિરિરાજજી હવેલીમાં શુક્રવારે આંબા મનોરથ મહોત્સવ
May 21, 2025 11:36 AMખંભાળિયામાં સ્ટેશન રેલવે અંડરબ્રીજની કામગીરી અન્વયે વૈકલ્પિક રૂટ જાહેર
May 21, 2025 11:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech