કેટલાક વાહનોમાં નુકસાની
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં એક બોલેરો કારના ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. ઓવર સ્પીડમાં આવેલી બોલેરો એકાએક પલટી મારી ગઈ હતી. ત્યારબાદ રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવેલા ત્રણથી ચાર ટુ-વ્હીલર સાથે ટકરાઇ હોવાથી તે વાહનોમાં નુકસાની થઈ હતી, અને ત્યારબાદ પીજીવીસીએલના એક પોલ સાથે ટકરાઈને થંભી ગઈ હતી.
જો કે આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી, અને આસપાસના લોકોએ એકત્ર થઈને અંદરથી બોલેરો ના ચાલકને બહાર કાઢી લીધો હતો. પરંતુ કેટલાક ટુવ્હીલરો નો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જ્યારે બોલેરોમાં પણ નુકસાની થઈ છે. સમગ્ર મામલાની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech