આ અંગેની હકીકત મુજબ, સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગ રાજકોટના આજી વસાહતની રવિ મેટલ ટીટ્રમેન્ટના પ્રોપ્રાઇટર રમેશભાઇ રાચ્છ સાથે પુનાની અર્નવ એન્જિનિયર્સના પ્રોપરાઈટર વૈશાલી વિનોદરાય શીંદેએ ધંધાકીય સંબંધો કેળવી ધંધાના ઉપયોગ માટે રમેશભાઇ પાસેથી ૨(બે) કરોડની ૨કમ મેળવી ૩ લાખ પરત કરી બાકી ૧ કરોડ ૯૭ લાખ પરત કરવા આપેલ ૧૪ ચેકો રિટર્ન થતા તે સંબધે નીચેની અદાલતમાં ૧૪ કેસો દાખલ કર્યા હતા, જે કેસો ચાલવા દરમિયાન જુદા જુદા મુદ્દાઓ ઊભા કરીને 28 જેટલી રિવિઝન અરજીઓ થઈ હતી. અને કાનૂની જંગ દરમિયાન કુલ-૩ કેસોના રૂા.૩૦ લાખનું પેમેન્ટ કરી બાકીની કુલ રકમ રૂા.૧.૬૭ કરોડ પરત ન કરતા બાકી રહેલ કુલ-૧૧ કેસો અદાલતમાં આગળ ચાલ્યા હતા. જેમાં આરોપી તરફે એવી દલીલો કરવામાં આવેલ કે ફરીયાદી પેઢી પાસેથી હાથ ઉછીના નહી પરંતુ ફરીયાદી પેઢીએ આરોપી પેઢીમાં રકમ ઈન્વેસ્ટ કરી હતી, તેનું વ્યાજ પણ ચુકવવામાં આવતુ઼ં હતું અને આરોપી પેઢીને ફરીયાદી પેઢીના માણસ હેન્ડલ કરતા હતા અને તેઓને લાગેલ કે પેઢીમાં ખોટ જશે એટલે ચેકો મેળવી, ચેકોનો દુરઉપયોગ કરી ખોટા કેસો કરેલ છે, તે દલીલ સામે ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે બેંક ટુ બેંક રકમ આપેલનું રેકર્ડ પર પુરવાર થયેલ છે, ચેકો આરોપીના સ્વહસ્તાક્ષરે ભરાયેલ અને સહી હોવા બાબતે તકરાર નથી, રકમ રૂા.૧.૬૭ લાખ પરત કર્યા અન્વયેનો કોઈ પુરાવો રેકર્ડ ઉપર રજુ થયેલ નથી વ્યાજ ચુકવવામાં આવેલ સંબંધેનો કે ઈન્વેસ્ટર તરીકેનો કોઈ પુરાવો રેકર્ડ ઉપર લાવી શકેલ નથી. આમ, રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળતું હોવાનું અદાલતે ઠરાવીને ફરીયાદી પક્ષના કેસો પુરવાર માની આરોપીને દરેક કેસમાં દોઢ-દોઢ વર્ષની જેલસજાઓ મળી કુલ ૧૧ કેસોમાં સાડા સોળ વર્ષની સજા ઉપરાંત ચેકોની રકમ રૂા.૧.૬૭ કરોડ એક માસમાં ફરીયાદીને ચુકવવા અને તેમા કસુર કર્યે દરેક કેસમાં વધુ છ-છ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવ્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
May 06, 2025 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech