દાખલાની એક કોપીના રૂા. 50 અને ત્યારબાદ લેઇટ ફી લેવાશે
જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકના જન્મ-મરણ વિભાગમાં ગુજરાત સરકારની મંજુરીથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર દ્વારા જન્મ-મરણ નોંધણી સુધારા નિયમો ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ ૨૭/૦૨/૨૦૨૫ થી જાહેરનામાં પ્રસિધ્ધ કરેલ છે.
ઉપરોક્ત બાબતે હેલ્થ એન્ડ કેમેલી વેલફેર ડીપાર્ટમેન્ટના નોટીફીકેશનમાં સુધારણા મુજબ જન્મ-મરણ વિભાગ જામનગર મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતી ફી માં સુધારો કરવામા આવ્યો છે.
જેમાં નોંધ શોધાઈ ૨૦ રૂપિયા, જન્મ-મરણના પ્રમાણપત્રની એક નકલના ૫૦ રૂપિયા, ૨૧ દિવસથી ઉપર પરંતુ ૩૦ દિવસની અંદર નોંધણી માટે લેઇટ ફી ૨૦ રૂપિયા, ૩૦ દિવસ ઉપર પરંતુ ૧ વર્ષની અંદર નોંધણી માટે લેઇટ ફી રૂ. ૫૦ અને ૧ વર્ષથી ઉપરના નોંધણીના બનાવો માટે જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ પ્રથમવર્ગ અથવા સીટી મેજીસ્ટ્રેટના હુકમથી થતી નોંધણી માં લેઇટ ફી રૂ. ૧૦૦ વસૂલવામાં આવશે.
જન્મ-મરણના જુદાં-જુદાં દરોનો વધારો તા.૦૧/૦૫/૨૦૨૫ થી લાગુ કરવામાં આવશે હોય જેની તમામ જાહેર જનતા એ નોંધ લેવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech