જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારની સગીરાનું અપહરણ

  • October 10, 2025 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ કરી જવામાં આવ્યુ છે એવી ફરીયાદ મોરબીના એક શખ્સ અને મદદગારી કરનાર સહિત ૩ સામે સીટી-બી ડીવીઝનમાં નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આ દીશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.


જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષ અને ૧૦ માસની એક ત‚ણીને વાલીપણામાંથી અપહરણ કરીને મોરબીનો મોહિતગીરી નામનો શખ્સ લઇ ગયો છે, જેમાં અન્ય બે આરોપીએ મદદગારી કરી છે એવી વિગતો સામે આવતા સગીરાના માતા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
​​​​​​​

દરમ્યાન સગીરાના માતા દ્વારા સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે મોરબીના મોહીતગીરી હરેશગીરી ગોસ્વામી તથા હરેશગીરી ગોસ્વામી અને ગુલાબગીરી ગોસ્વામી રહે. બધા મોરબીની વિરુઘ્ધ બીએનએસ ૨૦૨૩ની કલમ ૧૩૭(૨), ૫૪ મુજબ ફરીયાદ નોંધાવતા આ અંગેની તપાસ પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application