માણાવદર નગરપાલિકાના વોર્ડ નંબર ૫ માં છેલ્લ ા ૬ થી ૭ દિવસથી સફાઈ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જેના કારણે આખો વિસ્તાર ગંદકીથી ભરાઈ ગયો છે. સ્થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓ, આ પરિસ્થિતિથી પરેશાન છે. સફાઈના અભાવે રસ્તાઓ પર કચરો જમા થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ વણસતા, રોષે ભરાયેલી મહિલાઓએ તેમના વોર્ડના સદસ્ય નિશાંર ઠેબાનો સંપર્ક કર્યેા હતો. સદસ્ય નિશાંર ઠેબા મહિલાઓ સાથે નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. તેમણે ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઈને સફાઈના અભાવ અંગે રજૂઆત કરી હતી અને સવાલ કર્યેા હતો કે જો વેરો સમયસર લેવામાં આવે છે, તો સફાઈ કેમ નથી થતી? મહિલાઓની રજૂઆત બાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે તેમને શાંત પાડા હતા. ચીફ ઓફિસરે ખાતરી આપી હતી કે તેઓ આજે બપોર પછી વોર્ડની બ મુલાકાત લેશે. તેમણે જણાવ્યું હતું કે સ્થળ પર જઈને લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવશે અને ગંદકીના પ્રશ્નનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવશે