રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા એસપી નિતેષ પાંડેય તથા ડીવાયએસપી સાગર રાઠોડએ જીલ્લામાં ખનીજચોરીની પ્રવૃતી બંધ કરવા તેમજ આવી પ્રવૃતી આચરનાર સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અનુસંધાને કલ્યાણપુર ઇન્ચાર્જ પીઆઇ યુ.બી. અખેડની સુચના મુજબ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એએસઆઇ વજશીભાઇ પોસ્તરીયા તથા પો.કોન્સ સુમીતભાઇ વારોતરીયાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ નાવદ્રા ગામ કારગીબલ બંદરથી દરીયાની ખારી રેતી પોતાના કબ્જાના વાહનમા રોયલ્ટી કે પાસ પરમીટ કે આધાર વગર ટ્રેકટરની ટ્રોલીમાં અનીઅધીકૃત રીતે ભરી વહન કરે છે.
જે બાતમી આધારે વિસ્તારમાં વોચ તપાસમાં રહેતો નાવદ્રા ગામ, ધુનાવાળા રસ્તે નથુ ગોવા ગોધમ રહે. નાવદ્રા, કલ્યાણપુરવાળો ટ્રેકટર નં. જીજે૩૭એમ૫૯૨૫ તથા ટ્રોલી નં. જીજે૩૭ટી-૧૪૦૯ સાથે મળી આવતા તેના વિરુઘ્ધ કલ્યાણપુર પોલી સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application