દ્વારકામાં હનીટ્રેપ પ્રકરણમાં યુવતિ અને સાગરીતના રીમાન્ડ મંજુર

  • April 29, 2025 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પોલીસ અને હોમગાર્ડની શોધખોળ : અન્યની સંડોવણી બાબતે તપાસનો ધમધમાટ


દેવભુમી દ્વારકામાં રાજકોટના વેપરી વૃઘ્ધને હનીટ્રેટમાં ફસાવી ૧.૨૦ કરોડ પડાવી લેવાના પ્રકરણમાં યુવતિ, જામનગરના પોલીસકર્મી, હોમગાર્ડ સહિત ચાર સામે ગુનો નોંધાયા બાદ યુવતિ અને તેના સાગરીતની અટકાયત કરી રીમાન્ડ પર લેવામાં આવ્યા છે જયારે પોલીસ સહિત બેની શોધખોળ આદરવામાં આવી રહી છે આ ઉપરાંત આંગડીયા પેઢી ખાતે પણ પુછપરછનો દોર લંબાવવામાં આવ્યો છે.


દેવભુમી દ્વારકામાં રાજકોટના એક વૃઘ્ધને હનીટ્રેપમાં ફસાવી ૧.૨૦ કરોડ ખંખેરી લેવાના ચકચારી પ્રકરણમાં વેપારી વૃઘ્ધ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ૨૭ વર્ષની યુવતિ, જામનગર હેડ કવાર્ટરના પોલીસવાળા સંજય કરંગીયા, અજય હોમગાર્ડ તથા પર્વત બાસફોર્ટની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. ગત તા. ૨૪ના સવારના ૧૧ વાગ્યાના સુમારે ઓખા મઢી ટોલનાકાથી દ્વારકા તરફ જતા રોડ પર આ બનાવ બન્યો હતો વિગતો બહાર આવતા પોલીસ હરકતમાં આવી હતી અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં ચોકાવનારી વિગતો ખુલી હતી.


આ કામના ૨૭ વર્ષીય મહિલા આરોપી દ્વારા ફરીયાદીનો સંપર્ક કરી પોતે ફરીયાદી સાથે સબંધ જોડવાનું જણાવી ફરીયાદીને ‚મમાં મળી દ્વારકા મંદીરે દર્શન કરીને ફરીયાદી સાથે સબંધ શ‚ કરવાનું કહેતા ફરીયાદી અને મહિલા આરોપી તા. ૨૪-૪ના રોજ બંને દ્વારકા આવતા હતા ત્યારેે સવારના અગીયારેક વાગ્યે ઓખામઢી ટોલનાકાથી દ્વારકા તરફ આશરે પાંચેક કીમી દુર પહોચતા બે જણા પોલીસ ડ્રેસમાં સંજય કરંગીયા તથા એસ.જે. સોલંકી (તપાસ દરમ્યાન એસ.જે. સોલંકી વાળો વ્યકિત અજય હોમગાર્ડ હોવાનું જાણવા મળેલ) નામવાળા માણસોએ નંબર પ્લેટ વગરની સફેદ કલરની ફોરવ્હીલ કારમાં આવી ફરીયાદીની કાર ઉભી રખાવી કારમાં ચેકીંગ કરતા મહિલા આરોપીના બેગમાથી સફેદ કલરના પાવડરની પડીકી કાઢી કહેલ કે આતો ડ્રગ્સ છે તમે દેશદ્રોહનો ગુનો કર્યો છે.


તેમ કહી ફરયીાદી ઉપર પોલીસ કેસ કરવાની ધમકી આપતા મહિલા આરોપીએ સેટીંગ કરવાનું કહી આરોપી પોલીસવારા સાથે દસ કરોડ આપવાનુ નકકી કરતા ફરીયાદીએ ટેલીફોનથી પોતાના દિકરાનો સંપર્ક કરી પીએમ આંગડીયા મારફતે દ્વારકા ખાતે એક કરોડ વીસ લાખ મંગાવી લઇ આવતા બંને પોલીસવારા ફરીયાદી રકમ પડાવી તેમજ આરોપી પર્વતભાઇએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ મહિલા આરોપીએ ફરીયાદીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તમામ આરોપીઓએ ભેગા મળી ગુનાહીત કાવત‚ રચી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાના ભયમાં મુકી બળજબરીથી ફરીયાદી પાસેથી એક કરોડ વીસ લાખ પડાવી લીધા હતા.


ગુનાની તપાસ દરમ્યાન મહિલા આરોપી તથા પર્વત ઇન્દલ બાસફોર્ટ (ઉ.વ.૩૨) રહે. જામનગરવાળાને આ ગુનાના કામે ધોરણસર અટક કરી ગુના સબંધે પુછપરછ કરતા તેઓ તથા આ કામના અટક નહી કરેલ આરોપીઓ અગાઉથી મળી આ રીતે મોટી ઉમરના પુ‚ષને એપના માઘ્યમથી સંપર્ક કરી મળવા બોલાવી ડ્રગ્સ અને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ‚પીયા પડાવી લેવાનુ આયોજનકરેલ અને આ કામના મહિલા આરોપીએ ટીંડર એપના માઘ્યમથી આ કામના ફરીયાદી સાથે સંપર્ક કરી મિત્રતા કેળવી અને મળવા દ્વારકા આવેલ ત્યા આરોપી સંજય કરંગીયા તેમજ અન્ય પોલીસવાળા એસ.જે. સોલંકી (તપાસ દરમીયાન એસ.જે. સોલંકીવાળો વ્યકિત અજય હોમગાર્ડ હોવાનું જાણવા મળેલ) એ ફરીયાદીની કાર રોકાવી મહિલા આરોપીના બેગમાથી ડ્રગ્સ જેવા પાવડરની પડીકી કાઢી ફરીયાદી તેમજ મહિલા આરોપીને ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી આ ‚પીયા ફરીયાદી પાસેથી પડાવેલનું જણાઇ આવેલ છે.


તેમજ તપાસ દરમ્યાન આ કામના ફરીયાદીએ દ્વારકા પીએમ આંગડીયા પેઢીમાં ‚પીયા મંગાવેલ તે પઢીમા જઇ પુછપરછ કરતા ફરીયાદી તથા આ કામના મહિલા આરોપી તા. ૨૪-૪ના રોજ ‚પીયા એક કરોડ વીસ લાખ લઇ ગયેલની હકીકત જણાઇ આવેલ છે.


બાદ પકડાયેલ આરોપીઓની પોલીસ કસ્ટડી પુર્ણ થતા આરોપીઓની વધુ પુછપરછ કરી આરોપીઓ સાથે અન્ય કોઇ સહ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? તેમજ આરોપીઓ અગાઉ આવી રીતે અન્ય કોઇ જગ્યાએ આવો કોઇ ગુનો આચરેલ છે કે કે ? તે અંગે ગુનાના મુળ સુધી પહોચવા માટે પકડાયેલ આરોપીઓને કોર્ટમાં રીમાન્ડ રિપોર્ટ સાથે રજુ કરતા કોર્ટ દ્વારા તા. ૩૦-૪ સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application