પુરૂષોત્તમ માસની એકાદશીનું છે વિશેષ મહત્વ, મેષ રાશિને ફળશેઃ જાણો બાકીની રાશિને શું લાભ મળશે
આજે પુરૂષોત્તમ માસની એકાદશી છે જેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સાથે જ શુભ યોગ પણ સર્જાય છે, જેના કારણે ગ્રહો અને નક્ષત્રોની રાશિ પર વિશેષ દ્રષ્ટીની અસરના સંયોગ ઉભા થાય છે. ખાસ કરીને મેષરાશિ પર તેની કૃપા વધુ દેખાય છે.
મેષ રાશિ
આજનો દિવસ મેષ રાશિ માટે અંતરની આગ અને કૂટનીતિ વચ્ચે સમતા રાખવાનો છે. આમ કરવાથી અધિકમાસનો આ ગુરુવાર મેષ રાશિ માટે "મહાશોભાન યોગ "ને કારણે ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા રહેશે.
કરિયર અને નોકરી
જો તમે પ્રાઇવેટ નોકરી કરતા હો તો ખુદની આક્રમકતાને નિયંત્રણમાં રાખીને કૂટનીતિનો ઉપયોગ કરો, કામની સાતત્યતા જાળવી રાખીને તમારા મગજના યોગ્ય વિચારોનું અનુસરણ કરીને નિર્ણય લઈને કામ કરવાથી ધારો તે કાર્યમાં સફળતા મેળવી શકશો. વિદ્યાર્થી માટે આ સમય ગોલ્ડન પીરિયડ ચાલે છે, જો પોતાનું સમગ્ર ધ્યાન સવારે 8:17 પછી અશ્વિની નક્ષત્ર શરુ થતા તમને ગજબની બૌધિક ક્ષમતા આપશે.
આર્થિક વ્યાપાર અને રોજગારીની તકો
પૈસાનાની બાબતમાં આજનો દિવસ રણનીતિના આધારે નફો કમાવવા છે. લગ્નનો ચંદ્ર-મંગળયોગ વ્યાપારમાં જુના ફસાયેલા પૈસા ફરીથી મેળવવા અને છુટક ઉત્પાદન અને સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ મેળવવાનો પ્રબળ યોગ બની રહ્યો છે .પરંતુ શેર બજાર અને ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા વાળા જાતકો માટે આજનો દિવસ કઠોર ચેતાવણી આપે છે.
સ્વાસ્થય અને જીવનશૈલી
તબિયતની બાબતે આજે મંગળની હાજરી તમને શારીરિક રૂપે ઉર્જાવાન અને પરાક્રમી બનાવી રાખશે, પરંતુ ચંદ્ર-મંગલ યુતિના કારણે રક્તચાપ, માથાનો દુખાવો, આંખોમાં ભારેપણું અથવા અચાનક સ્વાભવમાં ચીડચીડાપણું હાવી થઇ શકે છે, જેનાથી માનસિક શાંતિ ભંગ થઇ શકે છે. કામના ઝનૂનમાં પુષ્કળ માત્રામાં પાણી પીવાનું અને આરામ કરાવનું ન ભૂલાય તેની તકેદારી રાખવી. સવારના સમયગાળામાં સ્ક્રીનથી દુર રહેવું અને "ઓમ નમો ભગવતે વાસુદેવાય "મંત્રનો જાપ કરવો. આમ કરવાથી મગજની શાંતિ અને વ્યાકુળતા પૂર્ણ રીતે શાંત રેહશે
.
પરિવાર અને પ્રેમ સંબંધ
સંબંધની બાબતમાં આજનો દિવસ ખુબ જ સંવેદનશીલ રહેશે. લગ્નનો મંગળ તમારી અંદર પાર્ટનર પર હાવી અથવા ખુદની જીદ થોપવાના યોગ ઉભા કરે છે, જેનાથી પ્રેમ અથવા વૈવાહિક જીવનમાં અચાનક કોઈ મોટો અહંકારિક કલેશ થઇ શકે છે. કુટનીતિજ્ઞ બનવા કરતા સાફ અને મધુર શબ્દોનો ઉપયોગ કરો. માતા લક્ષ્મી અને વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી નકારાત્મ્ક ઉર્જાનો પ્રભાવ પૂર્ણ રીતે નષ્ટ થઈ શકે છે.
શુભ અંક: 9,3
શુભ રંગ: કેશરી, ચમકતો પીળો
વૃષભ રાશિ
આજનો દિવસ આ રાશિવાળા માટે ખુદની સુઝબુઝ, કુટનીતિ સંયમ અને આર્થિક અનુસરણના આધારે મોટા લક્ષ્યોને સાધવાનો છે. શનિની વક્ર દ્રષ્ટિ વધારાનો ખર્ચ અને વહેમ-ચૂક થવાની સંભાવના રહે છે. શોભાનયોગની વિશેષ કૃપા બની રહે તે માટે વિષ્ણુ ભગવાનને પીળા ફૂલ ચડાવવા અને સમજદારીથી કામ લેવું.
શુભ અંક: 5, 8
શુભ રંગ: ચમકતો લીલો
મિથુન રાશિ
આજનો દિવસ આ રાશિ માટે ચતુર દિમાગ, ગજબની વાકપટુતાના આધારે જીવનમાં આર્થિક બાબતો મોટી કુટનીતિ અજમાવી સફળતા મેળવવાનો છે. આજે દક્ષિણ દિશામાં શુલ પ્રભાવી છે, યાત્રા પર જતા પહેલા પીળા સરસવ અથવા દહીંનું સેવન કરો, વડીલોના આશીર્વાદ લેવા હિતાવહ છે.
શુભ અંક:3,6
શુભ રંગ:આછો લીલો, રામા
કર્ક રાશિ
ભાગ્યનો ભરપૂર સાથ મળવાના કારણે ધાર્મિક અને સામાજિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે. ભૂતકાળમાં કરેલું રોકાણ હવે મીઠા ફળ આપશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટકેલા નાણાં પરત મળવાથી વેપાર ફરી તેજી પકડશે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર મિશ્ર પરિણામો મળી શકે છે, પરંતુ ભવિષ્ય માટે નવા અને પ્રભાવશાળી સંપર્કો ઊભા થશે. મુશ્કેલ સમયમાં પિતાનો સહયોગ સંજીવની જેવું કામ કરશે.
શુભ રંગ: આછો સફેદ
શુભ અંક: 2
સિંહ રાશિ
સમય વિપરીત હોવાથી જૂની સમસ્યાઓ ફરી માથું ઊંચકી શકે છે. બજારમાંથી સમયસર પેમેન્ટ ન મળવાના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે, જેના લીધે નવા ઓર્ડર લેવામાં મુશ્કેલી પડશે. ઓફિસમાં કામનો બોજ એટલો વધારે રહેશે કે શારીરિક થાક અને નબળાઈ અનુભવાશે. કાર્યક્ષેત્રમાં વગર વાંકે આક્ષેપો થઈ શકે છે, જેનાથી મનમાં નોકરી બદલવાના વિચારો આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓએ તણાવ મુક્ત રહીને ખોરાક પર ધ્યાન આપવું.
શુભ રંગ:- સોનેરી ,આછો લાલ
શુભ અંક:- 1,5
કન્યા રાશિ
શુભ યોગોના પ્રભાવથી વ્યવસાયિક ક્ષેત્રે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. બજારની વધઘટ વચ્ચે પણ તમારો આત્મવિશ્વાસ ડગશે નહીં. નોકરી કરતા લોકોને ઓફિસમાં કોઈ મોટો પ્રોજેક્ટ કે નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો પોતાના લક્ષ્યાંકો સરળતાથી પૂરા કરી શકશે. વેપાર ભાગીદારો સાથે પરસ્પર અહમને કારણે નાની-મોટી અણબન થવાની આશંકા છે, તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે.
શુભ રંગ:- લીલો ફિરોજી
શુભ અંક:- 5
તુલા રાશિ
સામાજિક વર્તુળ અને મિત્રોની સંખ્યામાં વધારો થશે, પરંતુ ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું અનિવાર્ય છે. મોટા ઔદ્યોગિક ગૃહો કે વગદાર વ્યક્તિઓ સાથે મુલાકાત થવાથી વેપારના વિસ્તરણની નવી યોજનાઓ બનશે. પ્રોપર્ટીના ધંધામાં મોટી ડીલ ફાઇનલ થવાના યોગ છે. નોકરી કરતા જાતકો માટે વિદેશ જવાના ઉત્તમ અવસરો સજીવન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે નવું ફોર્મ ભરવા કે શૈક્ષણિક પ્રક્રિયા શરૂ કરવા માટે બપોરે 12:15 થી 02:00 નો સમય શ્રેષ્ઠ રહેશે.
શુભ રંગ:-સફેદ,નીલો
શુભ અંક:-2,7
વૃશ્ચિક રાશિ
અચાનક જ કોઈ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત તમારા કરિયરની દિશા બદલી શકે છે. જે લોકો નવું સ્ટાર્ટઅપ કે સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમને મોટા રોકાણકારો મળી રહેવાના ઉજળા સંકેતો છે. ઓફિસમાં તમારી વિરુદ્ધ ચાલતા ષડયંત્રો નિષ્ફળ જશે અને તમારી શ્રેષ્ઠ કાર્યક્ષમતા માટે મેનેજમેન્ટ તરફથી આર્થિક પ્રોત્સાહન કે બોનસ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે બેંક લોન લેવાના પ્રયાસો સફળ થશે.
શુભ રંગ:-ઘાટો લાલ ,નારંગી
શુભ અંક:- નારંગી,
ધન રાશિ
વિષ દોષની નકારાત્મક અસરોને કારણે વ્યાપારિક નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને લેવા, ઉતાવળ કરવાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. વિરોધી પક્ષ તમારા ચાલુ કાર્યોમાં અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરશે. નોકરીના સ્થળે પણ પરિસ્થિતિ સામાન્ય નહીં રહે, તેથી શાંતિ અને ધૈર્યથી કામ લેવું. બીજા પર વધુ પડતો ભરોસો રાખવાના બદલે પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો. વિદ્યાર્થીઓ અને કલાકારો માટે કંઈક નવું શીખવાની તક મળશે.
શુભ રંગ:- પીળો, કેસરી
શુભ અંક:- 3,9
મકર રાશિ
સંબંધીઓ અને પરિવારના સંપૂર્ણ સહયોગથી આત્મવિશ્વાસ આસમાને રહેશે. નોકરી કરતા લોકો કોઈપણ પ્રકારના માનસિક તણાવ વગર ખૂબ જ સરળતાથી પોતાનું કામ પૂરું કરી શકશે. ખાસ કરીને દવાઓ અને માઇનિંગ ક્ષેત્રના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અણધાર્યો મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે. કોઈ પ્રભાવશાળી રાજનેતાની મદદથી સરકારી અટકેલા કામો પૂરા થશે. કાર્યસ્થળ પર વધારે વિચારવાને બદલે અમલીકરણ પર ભાર મૂકવો.
શુભ રંગ: રોયલ બ્લેક, ઘાટો લીલો
શુભ અંક: 8,4
કુંભ રાશિ
વેપારની શૈલીમાં કરેલા સકારાત્મક ફેરફારો સાંજે આર્થિક લાભ અપાવશે. બજારમાં ગ્રાહકોને આકર્ષવા માટે તમારી ઓફર્સ હરીફો કરતા વધુ ચડિયાતી સાબિત થશે, જેના લીધે ધૂમ વેચાણ થશે. ઓફિસમાં તમારી અદભુત સંચાલન શક્તિ જોઈને વરિષ્ઠ અધિકારીઓ ખુશ થશે અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. ક્રિએટિવ અને ડિઝાઇનિંગના ક્ષેત્રના લોકોને મોટો બ્રેક મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે પરંતુ સંબંધોમાં કડવાશ ન આવે તેની કાળજી રાખવી.
શુભ રંગ:- બ્લુ,ઘાટો લીલો
શુભ અંક:- 8,4
મીન રાશિ
ચંદ્રમા તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યા હોવાથી તમારી બૌદ્ધિક ક્ષમતા અને નિર્ણય શક્તિનો વિકાસ થશે. ઓફિસના કામમાં લાંબા સમયથી આવી રહેલી અડચણો દૂર થશે અને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટના માધ્યમથી વેપારીઓને મોટા ઓર્ડર મળવાની પ્રબળ શક્યતા છે. જોકે, ઓફિસના સહકર્મચારીઓની પ્રવૃત્તિઓ પર ગુપ્ત નજર રાખવી જરૂરી છે. રમતગમતના ખેલાડીઓને કોચના માર્ગદર્શનથી મોટી સફળતા મળશે.
શુભ અંક :3,7
શુભ રંગ: ઘાટો પીળો, સમુદ્રી લીલો