દ્વારકાથી આશરે 26 કિલોમીટર દૂર ટૂંપણી ગામ નજીકથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 12 એફ.એ. 8128 નંબરની આર્ટિગા કારના ચાલકે આ માર્ગ પર ડબલ સવારી મોટરસાયકલ પર જઈ રહેલા દ્વારકાના ગોપાલ ગરેડી વિસ્તારના રહીશ દિલીપભાઈ ભીમાભાઈ કોરડીયા તેમજ અન્ય એક યુવાનને અડફેટે લેતા તેમને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અંગે દ્વારકા પોલીસે દિલીપભાઈ કોરડીયાની ફરિયાદ પરથી આર્ટિગા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની ઠોકરે તરુણ ઇજાગ્રસ્ત
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા રમેશભાઈ ભોજાભાઈ નકુમ નામના 40 વર્ષના સતવારા યુવાનનો 16 વર્ષનો પુત્ર અશોક ગત તારીખ 24 મીના રોજ હાબરડી ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે અશોકને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ સાથે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાંથી વધુ સારવાર અર્થે તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા
ખંભાળિયાના રાવલ પાડા વિસ્તાર નજીકથી પોલીસે રસિક મેઘનાથ ગોસ્વામી અને ગૌરવ રમેશ ગોસ્વામી નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech