વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે જામનગરમાં રસીકરણ તથા જનજાગૃતિ કાર્યક્રમ

  • October 04, 2025 04:01 PM 

જામનગર, ૪ ઑક્ટોબર ૨૦૨૫ – વિશ્વ પ્રાણી દિવસના અવસર પર જિલ્લા પંચાયત જામનગર, EMRI ગ્રીન હેલ્થ સર્વિસ (હર્તુ-ફરતુ પશુ દવાખાના,એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા અને સ્વયં સેવી સંસ્થાઓ ના સંયુક્ત તત્વાધાન હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમ અંતર્ગત લાલ બંગલો વિસ્તારથી લઈને ટાઉનહોલ વિસ્તાર સુધી રાખડતા કૂતરાઓનું હડકવા (રેેબિઝ) વિરોધી રસીકરણ કરવામાં આવ્યું. સાથે સાથે નાગરિકોમાં પ્રાણીઓ પ્રત્યે સચેતના લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ.
​​​​​​​

આ પ્રસંગે EMRI ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ચિંતન પંચાલ, એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાની સભ્ય દીપા મની દાસ, હરતુ ફરતુ પશુ દવાખાના ના પશુ ચિકિત્સક ડૉક્ટર મીત ડોબરીયા તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા. તેઓએ નાગરિકોને હડકવા સંબંધિત માહિતગાર કર્યા તથા પ્રાણીઓની કાળજી લેવા માટે પ્રેરણા આપી.
હરતુ ફરતુ પશુ દવાખાના ના પ્રોગ્રામ મેનેજર ડૉક્ટર મોહમ્મદ શોએબ ખાને જણાવ્યુ હતુ કે , વિશ્વ પ્રાણી દિવસ યે પ્રાણિયો પ્રત્યે ની આપની જવાબદારી ને યાદ કરવાની ખાસ તક છે, પ્રાણી આપડા અર્થતંત્ર અને પર્યાવરણ માટે એટલા જ અગત્ય ન છે, જેટલા આપણ દૈનિક જીવન ને સમૃદ્ધ બનાવા માં છે, તેમના આરોગ્ય સંરક્ષણ અને સન્માન જણાવવું દરેક નું નૈતિક કર્તવ્ય છે ।



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application