વિકાસ રથનું દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડિયા ખાતે સ્વાગત કરતાં ધારાસભ્ય

  • October 10, 2025 04:37 PM 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકાના બરડિયા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ૨૪ વર્ષ: જનવિશ્વાસ, સેવા અને સમર્પણની થીમ સાથે કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય પબુભા માણેકે લીલીઝંડી ફરકાવીને બરડિયા પ્રાથમિક શાળાએ આવી પહોંચેલ વિકાસ રથનું સ્વાગત કર્યું હતું. ગામની બાળાઓએ વિકાસ રથના વધામણા કર્યાં હતાં. જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. 


આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહ ઉજવણીનો મુખ્ય હેતુ વિકાસ રથ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓને લોકોના આંગણે પહોંચાડવાનો છે. આ રથ ગામોગામ ફરીને લોકોને સરકારી યોજનાઓની માહિતી આપશે અને તેનો લાભ લેવામાં મદદરૂપ થશે. આ રીતે થનાર ઉજવણી રાજ્ય સરકારના દરેક નાગરિક સુધી સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવીને યોજનાકીય લાભો પહોંચાડવાની પ્રતિબદ્ધતા અને સમર્પણને દર્શાવે છે. 


જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરે ઉદબોધન કરીને દરેકેને રાષ્ટ્ર્ના સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસ માટે પુરુષાર્થ કરવા, દેશના સમૃદ્ધ વારસા પ્રત્યે ગૌરવ કેળવવા અને તેનું જતન કરવા, એક ભારત શ્રેષ્ઠ ભારત ચરિતાર્થ કરવા માટે બંધુતાની ભાવના કેળવવા,સ્વદેશી અપનાવવા પ્રેરણા આપી વિકસિત ભારત માટે યોગદાન આપવા સૌને આહવાન કર્યું હતું.
​​​​​​​   
દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત ગ્રામજનોને વિવિધ યોજનાઓને લગતી માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને ગામ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application