જામનગર: રિલાયન્સમાં નવરાત્રીની જમાવટ: બોલીવુડ કલાકારોએ ખેલૈયાઓને ડોલાવ્યા
જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ ગ્રીનમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, છેલ્લા પાંચ દિવસથી બોલીવુડના સુપર સ્ટારો ખેલૈયાઓનું પર્ફોમન્સથી મનમોહી રહ્યા છે ત્યારે ગઇકાલે પણ બોલીવુડના સુપરસ્ટાર શાહીદ કપુર સહિત ઓરી, કોમેડી કીંગ સમય રૈના, હર્ષ લીંબાચીયા, સહિતના અનેક કલાકાર જામનગર એરપોર્ટ ખાતે જોવા મળ્યા હતા અને ત્યાંથી મોંઘીદાટ કારના કાફલા સાથે રિલાયન્સ મહોત્સવમાં જોડાવા માટે રવાના થયા હતા. ગઇકાલે રાત્રે શાહીદ કપુર પોતાના અદભૂત ડાન્સ પર્ફોમન્સથી ખેલૈયાઓને ડોલાવ્યા હતા. આગામી દિવસોમાં પણ અનેક બોલીવુડના દિગ્ગજ કલાકારો રિલાયન્સ નવરાત્રી મહોત્સવમાં જોડાશે. મળતી માહિતી મુજબ આજે ક્રીતી સેનન, તા.૧૭ એટલે આવતીકાલે સાઉથની જાણીતી કલાકાર રશ્મિકા મંધાના, તા.૧૮ના રોજ બોલીવુડના દિગ્ગજ અક્ષયકુમાર અને દિશા પટ્ટણી, તેમજ તા.૧૯ અને છેલ્લા નોરતે બોલીવુડના સુપર સ્ટાર અને સુપર એનર્જીટીક રણવીરસિંગની આવવાની શકયતા જોવા મળી રહી છે. ખેલૈયાઓમાં રીલાયન્સના નવરાત્રી મહોત્સવ સહિત સેલીબ્રીટીઓને જોવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
October 23, 2026 03:41 PMજામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
October 23, 2026 03:34 PMભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
October 23, 2026 03:33 PMજામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
October 23, 2026 03:28 PMરાજકોટના કૌભાંડી અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે જામનગરમાં પણ સીટની રચના
October 23, 2026 03:23 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
