જામનગરમાં ભણશાળી વાડ નજીક ભયજનક બાંધકામ તોડી પડાયું
મનપાની એસ્ટેટઅને ટીપીઓ શાખાની સંયુકત કાર્યવાહી : એક માળના મકાનનો જોખમી હીસ્સો જમીનદોસ્ત કરાયો
જામનગરમાં ભણશાળી વાડ નજીક ભયજનક બાંધકામ મનપાની એસ્ટેટ અને ટીપીઓ શાખાએ તોડી પાડયું છે. એક માળના મકાનનો જોખમી હીસ્સો જમીનદોસ્ત કરાયો હતો.આ કાર્યવાહી દરમ્યાન લોકોના ટોળા ઉમટી પડયા હતાં.
જામનગરમાં ચોમાસા પૂર્વે જોખમી ઇમારતોના આસામીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ મનપાએ નિયમ મુજબ નોટીસ ફટકારી હતી. જેમાં ઇમારતનો જોખમી ભાગ તોડી પાડી સલામત સ્ટેજે લઇ જવા તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં મોટાભાગના આસામીઓએ ઇમારતોના જોખમી ભાગ દૂર કર્યા નથી. મનપાની એસ્ટેટ અને ટીપીઓ શાખા દ્વારા ગઇકાલે વોર્ડ નં.૧૩માં ભણશાળી વાડ નજીક એક માળના મકાનનો જોખમી ભાગ તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઇમારતનો ભયજનક ભાગ તોડી પડાયો હતો. મનપાની આ કાર્યવાહીના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
October 23, 2026 03:41 PMજામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
October 23, 2026 03:34 PMભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
October 23, 2026 03:33 PMજામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
October 23, 2026 03:28 PMરાજકોટના કૌભાંડી અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે જામનગરમાં પણ સીટની રચના
October 23, 2026 03:23 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
