જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું
વર્ષ ૨૦૨૬-૨૭ ની નવી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરવા નાયબ બાગાયત નિયામકની અપીલ
જામનગર જિલ્લાના ખેડૂત ભાઈઓને વર્ષ ૨૦૨૬-૨૭ માં બાગાયત વિભાગની નવી બાબત તરીકે મંજૂર થયેલી ત્રણ નવી યોજનાઓ જેવી કે, રાઈઝોમેટીક (આદુ-હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ અને બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ હેઠળ સહાય મેળવવા માટે સરકાર દ્વારા ફરી એકવાર આઈ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) તા. ૦૧/૧૦/૨૦૨૬ થી ૧૫/૧૦/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી લાભ મેળવવા માગતા ખેડૂત ભાઈઓએ આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી અને આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજીમાં જણાવ્યા મુજબના તમામ જરૂરી કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે અને ત્યારબાદ મંજૂરી મળ્યેથી અસલ બિલ ફાઈલ જમા કરતી વખતે તે પ્રિન્ટ પર સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫) ખાતે જમા કરાવવાની રહેશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
