જામનગરમાં ઇન્સ્ટાગ્રામની લિંક ખોલતા ખાતામાંથી ૧.૬૫ લાખ ગાયબ
જામનગર શહેરમાં સાઇબર છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા યુવાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આવેલી અજાણી લિંક ખોલ્યા બાદ તેમનો મોબાઇલ અચાનક બંધ થઈ ગયો હતો. ત્યારબાદ બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૧,૬૫,૩૮૮ ઉપડી જતાં અજાણ્યા સાઇબર ગઠિયાઓ સામે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વાલસુરા રોડ પર રહેતા દીપકભાઈ બાબુભાઈ પરમાર (ઉં.વ. ૪૪)એ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ તેઓ હોટલમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અજાણી આઈડી પરથી એક લિંક આવી હતી. આ લિંક ખોલતાં જ તે આપમેળે ડાઉનલોડ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ લિંક જોવા મળી ન હતી.આ ઘટનાના થોડા સમય બાદ તેમનો મોબાઇલ અચાનક બંધ થઈ ગયો હતો અને આશરે બે કલાક બાદ આપમેળે ચાલુ થયો હતો. બીજા દિવસે એટલે કે તા. ૧૮ ઓક્ટોબરના રોજ સાંજના સમયે ફરીથી મોબાઇલ બંધ થઈ ગયો હતો.
દરમિયાન ફરિયાદી એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા ગયા હતા, પરંતુ પૈસા ઉપડી શક્યા ન હતા. જેથી બેંક ખાતાની તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ તેમના ખાતામાંથી રકમ ઉપાડી લીધી હોવાનું સામે આવ્યું હતું ઇન્સ્ટાગ્રામ પર આવેલી અજાણી લિંક ખોલ્યા બાદ મોબાઇલમાં સર્જાયેલી સમસ્યા અને ત્યારબાદ બેંક ખાતામાંથી રકમ ઉપડી જવાની ઘટનાને પગલે ફરિયાદીએ સાઇબર છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ મામલે દીપકભાઈ પરમારે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપીઓ સામે બીએનએસ તથા આઇટી એકટ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે ૫૬ ભોગ અન્નકૂટ દર્શન
November 27, 2026 01:34 PMઆઈબીએમએ યુએસ વિઝા સ્પોન્સરશિપ બંધ કરી: હવે સેંકડો ભારતીયોએ દેશ છોડવો પડશે
November 27, 2026 01:33 PMદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
