રાજકોટ રેલવે ડિવિઝનમાં 1 થી 30 નવેમ્બર સુધી ચાલશે રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ભારત સરકારના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર (ડીએલસી) અભિયાન 5.0 અંતર્ગત રેલવે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર ડિજિટલ માધ્યમથી જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ અભિયાન 1 થી 30 નવેમ્બર, 2026 દરમિયાન ચલાવવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય પેન્શનરોને ડિજિટલ સુવિધાઓ પ્રત્યે જાગૃત અને સશક્ત બનાવવાનો તેમજ જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની પ્રક્રિયાને સરળ, સુવિધાજનક અને સુગમ બનાવવાનો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ રાષ્ટ્રવ્યાપી અભિયાન દેશભરના 2,000 થી વધુ શહેરો અને નગરોમાં જાહેર ક્ષેત્રની બેંકો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (યુઆઇડીએઆઇ), ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય તથા અન્ય સહભાગી વિભાગો અને સંસ્થાઓના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોના પેન્શનરો માટે 6.40 કરોડથી વધુ ડિજિટલ જીવન પ્રમાણપત્રો જનરેટ કરવામાં આવ્યા છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ફાઈનાન્સ મેનેજર પવન કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ પહેલ અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં પણ વિવિધ સ્થળોએ ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, રાજકોટ સ્થિત કોઠી કમ્પાઉન્ડ ખાતે વરિષ્ઠ ડિવિઝન નાણા પ્રબંધક (Sr. DFM) ની કચેરીમાં તમામ કામકાજના દિવસોમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે, જ્યાં રેલવે પેન્શનરો પોતાનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે.
રાજકોટ ડિવિઝનના તમામ રેલવે પેન્શનરોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ અભિયાનનો લાભ ઉઠાવે અને નિર્ધારિત સમયગાળા દરમિયાન પોતાનું જીવન પ્રમાણપત્ર ડિજિટલ માધ્યમથી જમા કરાવી પેન્શન સંબંધિત ઔપચારિકતાઓ સરળ અને અનુકૂળ રીતે પૂર્ણ કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે ૫૬ ભોગ અન્નકૂટ દર્શન
November 27, 2026 01:34 PMઆઈબીએમએ યુએસ વિઝા સ્પોન્સરશિપ બંધ કરી: હવે સેંકડો ભારતીયોએ દેશ છોડવો પડશે
November 27, 2026 01:33 PMદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
