જામનગરમાં દીપક ટોકીઝથી ચેતન પેપર માર્ટ સુધીનો માર્ગ ૩૫ દી બંધ રહેશે
વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા, મહાપાલીકા દ્વારા જાહેરનામું
સી.સી. રોડની કામગીરી કારણભૂત:હુકમનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં. ૯માં દીપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફિસ તેમજ ચાંદી બજાર સર્કલ થઈ માંડવી ટાવર સુધીના માર્ગ પર સી.સી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી માર્ગ બંધ રાખવા અંગે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયા દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ દીપક ટોકીઝ (સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ)થી ચેતન પેપર માર્ટ સુધીનો રસ્તો તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬થી તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
રસ્તો બંધ રહેવાના સમયગાળા દરમિયાન વાહનચાલકોની અવરજવર સુચારુ રહે તે માટે વૈકલ્પિક માર્ગ પણ સૂચવવામાં આવ્યો છે. જે મુજબ દીપક ટોકીઝ (સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ)થી સુભાષ શાક માર્કેટ થઈ દરબારગઢ સર્કલ મારફતે ચાંદી બજાર સર્કલ તરફ વાહનવ્યવહાર કરી શકાશે.મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે જી.બી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ની કલમ ૩૯૨ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આથી સંબંધિત માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે ૫૬ ભોગ અન્નકૂટ દર્શન
November 27, 2026 01:34 PMઆઈબીએમએ યુએસ વિઝા સ્પોન્સરશિપ બંધ કરી: હવે સેંકડો ભારતીયોએ દેશ છોડવો પડશે
November 27, 2026 01:33 PMદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
