ખંભાળિયામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
ભંડારીયા ગામે વાડી વિસ્તારમાં પોલીસ ત્રાટકી : ૪૮ હજારનો મુદામાલ જપ્ત
ખંભાળિયામાં પી.આઈ. સી.આર. રાણાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીક આવેલા ભંડારીયા ગામે માંઢ વાડી વિસ્તારમાં રહેતા રોહિત ખીમભાઈ ભાટિયા નામના શખ્સ દ્વારા પોતાના કબજાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સ્થળેથી પોલીસે રોહિત ખીમભાઈ ભાટીયા, કાના સીદા ભાટીયા, પરબત ગોવા ભાટીયા, અરશી બોઘા ભાટીયા, આશિષ બોઘા ભાટીયા, કાના ભીમા ભાટુ અને કરસન હરદાસ ભાટીયા નામના સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા ૪૮,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કામગીરી સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ અરજણભાઈ આંબલીયા, ભૂપેન્દ્રસિંહ જાડેજા અને કાનાભાઈ લુણાની બાતમીના આધારે કરવામાં આવી હતી. જેમાં પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ, હેમતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા વિગેરે સાથે રહ્યા હતા.