મનપાના કર્મચારી પર હુમલાના પડઘા: જામનગરમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત
દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ અને બર્ધન ચોકથી માંડવી ટાવર સુધી દબાણ હટાવ ઝુંબેશ; ૧૩થી વધુ રેકડી, કેબિન, પૂતળાં, કેરેટ, છત્રી-કાંટા સહિતનો સામાન જપ્ત
જામનગર શહેરમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારોમાં ખરીદીની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ તેમજ બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના મુખ્ય બજાર વિસ્તારોમાં લોકોની અવરજવર વધી છે. આ વિસ્તારમાં રેકડી અને પથારા પાથરીને બેસી જતા ધંધાર્થીઓના કારણે રસ્તા પર દબાણ વધતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. દરમિયાન ગઈકાલે મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના કર્મચારી પર થયેલા હુમલાના બનાવ બાદ મનપાનું તંત્ર કડક બન્યું છે અને આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના દબાણ હટાવ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા,હર્ષ જાદવ અને સાવન વારસાખીયા સહિતના તમામ દબાણ નિરીક્ષકો અને ૩૫થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. રસ્તા પર અડચણરૂપ બનતી રેકડીઓ, પથારાં, પૂતળાં, શાકભાજીનાં કેરેટ, છત્રી-કાંટા તથા અન્ય સામગ્રી હટાવી જપ્ત કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન ૧૩થી વધુ રેકડીઓ, એક કેબિન સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલી સામગ્રી બે મોટાં ટ્રેક્ટર ભરીને મહાનગરપાલિકાની કચેરી ખાતે લઈ જઈ જમા કરાવવામાં આવી હતી.
દિવાળીના તહેવારના ટાણે જ મનપાની એસ્ટેટ શાખાએ હાથ ધરેલી આ કડક કાર્યવાહીથી રસ્તા પર પથારા પાથરીને ધંધો કરતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ગઈકાલના હુમલાના બનાવ બાદ મનપા તંત્રએ દબાણો સામે કડક વલણ અપનાવતાં બજાર વિસ્તારમાં આ ઝુંબેશની ખાસ ચર્ચા જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે ૫૬ ભોગ અન્નકૂટ દર્શન
November 27, 2026 01:34 PMઆઈબીએમએ યુએસ વિઝા સ્પોન્સરશિપ બંધ કરી: હવે સેંકડો ભારતીયોએ દેશ છોડવો પડશે
November 27, 2026 01:33 PMદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
