BREAKING NEWS

માતા જ કુમાતા બની: 12 વર્ષની દીકરીને બિયર પીવડાવી મિત્ર પાસે પીંખાવા ધકેલી, અશ્લીલ વીડિયો જોવા મજબુર કરી

  • November 05, 2025 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતીમાં એક કહેવત છે કે સંતાનો કપાતર બની શકે પરંતુ માતા કદી કુમાતા નથી થતી પરંતુ આ ઉક્તિને કેરળની એક મહિલા કે જેને માતા કહેતા પણ શરમ આવે તેવું કૃત્ય કર્યું છે અને પોતાના આડા સંબંધમાં 12 વર્ષની દીકરી આડે ન આવે તે માટે પોતે દીકરીને બીયર પીવા મજબુર કરી, અત્યંત બીભત્સ અને અશ્લીલ વિડીઓ બતાવ્યા અને આટલું ઓછું હોય તેમ પોતાના મિત્ર પાસે ધકેલીને તેના પર બળાત્કાર કરાવ્યો. હજી આ કહની પૂરી નથી થઈ, આટલું વિતાવ્યા પછી માતાએ દીકરીને ધમકી આપી કે તેની પાસે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ છે, જો કોઈને કશું કહેશે તો ફૂટેજ જાહેર કરી દઈશ. બાદમાં દીકરીની તબિયત બગડતા પાડોશીઓએ પોલીસને જાણ કરી અને ત્યારે દીકરીએ આખી આપવીતી રજુ કરતા ભલભલાના રુવાડા ઉભા થઈ જાય તેવી સ્ટોરી સામે આવી હતી. બાદમાં આ આખી ઘટના કોર્ટમાં પહોચી અને કેરળની એક ખાસ પોક્સો કોર્ટે એક સગીર છોકરીનું જાતીય શોષણ કરવા બદલ એક મહિલા અને તેના પુરુષ સાથીને 180 વર્ષની જેલ અને 11.7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે બંનેને પોક્સો કાયદા, ભારતીય દંડ સંહિતા અને કિશોર ન્યાય કાયદાની અનેક જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યા છે.


આખો મામલો શું છે?

33 વર્ષીય એક પુરુષ પર તેની ગર્લફ્રેન્ડની 12 વર્ષની પુત્રી પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ હતો. છોકરીની માતા પર ગુનામાં મદદ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, મહિલાએ પોતાની પુત્રીને આરોપીની સાથે સેક્સ કરતા જોવા માટે દબાણ કર્યું હતું, જેના કારણે તે માનસિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડી હતી.આટલું ઓછું હોય તેમ પછી પોતે જ દીકરીને મિત્ર પાસે બળાત્કાર કરવા માટે ધકેલી દીધી.અહેવાલ મુજબ, મહિલા શરૂઆતમાં તેના પતિ અને પુત્રી સાથે તિરુવનંતપુરમમાં રહેતી હતી. તે આરોપીને ત્યાં ફોન પર વાતચીત દ્વારા મળી હતી. તેમના સંબંધો ધીમે ધીમે ગાઢ થતા ગયા, અને તે તેની સાથે ભાગી ગઈ. બંને પલક્કડ અને મલપ્પુરમમાં સાથે રહેવા લાગ્યા, સગીર પુત્રી પણ તેમની સાથે હતી. સરકારી વકીલ સોમસુંદરન એ. એ. એ કોર્ટને જણાવ્યું કે આરોપીએ ડિસેમ્બર 2019 થી નવેમ્બર 2020 દરમિયાન છોકરીનું અનેક વખત જાતીય શોષણ કર્યું. આ દુર્વ્યવહાર ડિસેમ્બર 2020 થી ઓક્ટોબર 2021 સુધી ચાલુ રહ્યો. કોર્ટે મહિલાને દોષિત ઠેરવી કારણ કે તેણીએ ગુનાને પ્રોત્સાહન આપ્યું


અન્ય ગંભીર આરોપો

ફરિયાદી પક્ષે એમ પણ જણાવ્યું હતું કે મહિલાએ છોકરીને અશ્લીલ વીડિયો બતાવ્યા, તેને બીયર પીવડાવી અને તેને ધમકી આપી કે જો તે કોઈને કહેશે તો તરત જ તે ફૂટેજ જાહેર કરી દેશે.આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહિલા મલપ્પુરમ પોલીસ સ્ટેશન ગઈ અને તેના માતાપિતા પર આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો ન આપવાનો આરોપ લગાવ્યો. જ્યારે પોલીસે મહિલાના માતાપિતાને પ્રમાણપત્રો આપવા કહ્યું અને તેના ઘરે પહોંચ્યા, ત્યારે તેઓએ તેમની દીકરીને જોવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ મહિલાએ ના પાડી. બાદમાં, પડોશીઓએ જાણ કરી કે છોકરીની તબિયત ખરાબ છે અને તેને યોગ્ય રીતે ખાવાનું આપવામાં આવતું નથી. પરિવારે ચાઇલ્ડલાઇનનો સંપર્ક કર્યો, અને છોકરીને સ્નેહિતા સેન્ટરમાં મોકલી દેવામાં આવી. ત્યાં, છોકરીએ આખી ઘટના કહી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News