BREAKING NEWS

રાજકોટના જંગલેશ્વરમાં ખળભળાટ મચાવતી ઘટના, 14 વર્ષની તરૂણી પર ગેંગરેપ: 8 સામે ગુનો નોંધાયો

  • May 19, 2026 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરુણી પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ મચી પામ્યો છે. જે અંગે ભક્તિનગર પોલીસે એક સગીરા સહિત આઠ શખ્સો સામે સામૂહિક દુષ્કર્મ,પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ચાર આરોપીઓને ઝડપી લીધા છે. સગીરાની સહેલીએ અન્ય આરોપી સાથે સંપર્ક કરાવ્યા બાદ તેણે સગીરા પર દુષ્કર્મ આચાર્ય હતું. સગીરાના પાડોશમાં રહેતા શખસે સગીરા સાથે સોશિયલ મીડિયા મારફત પરિચય કેળવી બાદમાં કારમાં તેને ઉઠાવી જઈ છરી બતાવી ત્રણ શખ્સોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.


સગીરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સગીર વયની સહેલી, દેવીલ ઉર્ફે સાહીલ(રહે.કોઠારીયા સોલવંટ), સાહીલ ઉર્ફે ઝેરી, મહીર કુંગશીયા(રહે. પોપટપરા), રજાક ઠેબા, ધવલ(રહે. રામેશ્વર મંદિર પાસે), આશીફ સલીમભાઇ સવાણી(રહે. ઘાંચીવાડ)અને સુલતાન સલીમભાઇ સવાણ(રહે. ઘાંચીવાડ) ના નામ આપ્યા છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે ત્રણ મહિના પહેલા તેને સહેલીએ તેના ફ્રેન્ડ દેવીલ ઉર્ફે સાહીલ જે કોઠારીયા સોલવંટ શેરીનં-૧૭ મા રહે છે તેની સાથે બે-ત્રણ મહિના મને પરીચય કરાવ્યો હતો. દેવીલ ઇન્સ્ટાગ્રામમા મેસેજ કરતો હતો. ગઇ તા.૨૯/૦૩/૨૦૨૬ ના રોજ દેવીલનો ફોન આવ્યો હતો. કે સાહીલ ઉર્ફે ઝેરી તને તેડવા આવે છે. બાદમાં સગીરા રાત્રીના ભગવતી ચાઇનીઝ પાસે જતા ત્યા સાહીલ ઉર્ફે જેરી હોન્ડા લઇ ઉભો હોય તેણી તેમાં બેસી ગઇ હતી. બાદમાં તે સીઘો જંગલેશ્રર શેરીનં-૩૪ માં સાહીલ ઉર્ફે ઝેરી સંઘી તેના ઘરે લઇ ગયેલ ત્યા તેના ઘરે તેની ઘરવાળી તથા ત્યા દેવીલ ઉર્ફે સાહીલ હતો ત્યા આ સાહીલ ઉર્ફે ઝેરી તથા તેની ઘરવાળી બન્ને બહાર જતા રહેલ ત્યા આ દેવીલ ઉર્ફે સાહિલે છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે બપોરના અઢી વાગ્યા સુઘી ઘરે રાખી હતી. સગીરા ખુબ જ ડરી ગઇ હોય ડરના કારણે મારા ઘરે જાતેથી એસીડ પી લેતા દાખલ કરી હતી.


ત્યારબાદ ગઇ તા.૦૬/૦૫/૨૦૨૬ ના રોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તરૂણી તથા તેની સહેલી બન્ને અમારા ઘરની બાજુમાં બેઠા હતા ત્યારે સહેલીએ સમીર ગામેતી સંઘી તરીકે આપી હતી અને એકટીવા ચલાવતો હતો તેની ઓળખ મિહીર કુગશીયા આહિર તરીકે કરાવી હતી અને કહેલ કે ચાલો આપણે આટો મારવા જઇ તેમ કહેતા આ બન્ને મિહીર તથા સમીર સંઘી બીજુ એક એકસેસ મોટર સાયકલ લઇ આવેલ હતા અને આ મિહીર કુગશીયાએ પાછળ બેસાડીને અમે ચારેય રીંગ રોડ જવા નીકળેલ હતા પરંતું આ મિહીર કુગશીયા બસસ્ટેન્ડની પાછળ સાંજના સાતેક વાગ્યે એસ.કે હોટેલની બાજુમા આવેલ હોટલે લઇ ગયેલ ત્યા ગયેલ તો મને હું પોલીસ વાળો છું તું કાઇ બોલતી નહિ તેમ કહી હોટેલમા ઉપરના માળે લઇ ગયેલ અને રૂમમા લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ઘમકાવી કહ્યું હતું કે, હું કહું ત્યારે તારે બીજીવાર આવવું પડશે તેમ કહી મને ઘર નજીક મુકી ગયેલ હતો.બાદમાં આ રીતે તેણે હોટલમાં લઇ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.


તરૂણીએ વધુમાં જણાવ્યું છે કે, ગઇ તા.૧૬/૦૫/૨૦૨૬ ના રોજ પાડોશમાં રહેતો રજાક ઠેબા જે અગાઉ ઇન્સ્ટાગ્રામમા મેસેજ કરતો તેણે ફ્રેન્ડશીપ કરવાનું કહેલ ત્યારબાદ મને બસસ્ટેન્ડની પાછળ આવેલ એસ.કે હોટેલમા લઇ ગયેલ ત્યા તું મારી સાથે રીલેશનમા રહે કહેતા સગીરાએ ના પાડેલ જેથી તેણે કહેલ કે આપણે ફકત રૂમમા બેસીએ તેમ કહી મારી સાથે શરીર સબંઘ બાંઘવાની કોશીશ કરેલ તો સગીરાએ ના પાડેલ પંરતુ બળજબરીપર્વક સબંઘ બાંઘેલ હતો અને મને ઘમકી આપેલ કે આ વાત કોઇ ને કરતી નહિ નહિતર જોવા જેવી થશે.

બીજા દિવસે એટલે કે તા.૧૭/૦૫/૨૦૨૬ રજાક સફેદ કલરની સ્વીફટ કાર જે કાળા કાચ વાળી હતી તે લઇને આવી ગયેલ હતો અને સગીરાને કહેલ કે ચાલ ગાડીમા બેસી જા તો ગાડીનો દરવાજો ખોલતા તેમા આસીફ શાહમદાર જે જંગલેશ્વર હુશૈની ચોકમા રહે છે તે તથા બીજો એક ઘવલ જ રામેશ્વર મંદિર પાસે રહે છે જેની આ રજાકે ઓળખાણ કરાવેલ સગીરા સ્વીફટ કારમા પાછળ બેસી જતા ઘવલના ઘર પાસે આ સ્વીફટ કાર લઇ ગયેલ અને આસીફ તથા ઘવલ બન્ને કારમાથી બહાર નીકળેલ અને રજાક પાછળ આવી ગયેલ અને મને રજાકે છરી બતાવી શરીર સબંઘ બાંઘેલ હતો ત્યારબાદ આસીફ શાહમદારે સબંઘ બાંઘેલ હતો અને આ આસીફ સ્વીફટ કારમાથી બહાર નીકળતા ઘવલ પાછળ આવી ગયેલ અને તેણે શરીર સબંઘ બાંઘેલ હતો આમ આ ત્રણેયએ એકાદ કલાક જેટલો સમય વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. અંતે સગીરાએ આ વાત પરિવારને કરતા તેમણે હિંમત આપતા આ ફરિયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે સામૂહિક દુષ્કર્મ, પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.પરમાર,પીએસઆઇ જે.જે.ગોહિલ અને એઅસઆઇ નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી આરોપીઓ પૈકી દેવીલ ઉર્ફે સાહિલ, મહીરી કુંગશીયા, ધવલ, સાહીલ ઉર્ફે ઝેરીને ઝડપી લીધા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application